National

લખનૌ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ લીક થયો, 1.5 કિમીનો વિસ્તાર ખાલી કરાવાયો

લખનૌ: ઉત્તર પ્રદેશના લખનૌ એરપોર્ટ પર આજે ગભરાટ ફેલાઇ ગયો હતો. અસલમાં અહીં એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં રેડિયોએક્ટિવ સામગ્રીમાંથી ગેસ લીક ​​થવા લાગ્યો હતો. ત્યારે ગેસ લીકની ઘટના બાદ એરપોર્ટનો દોઢ કિમીનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.

રેડિયોએક્ટિવ સામગ્રી લીક થવાની માહિતી મળતા જ એરપોર્ટ પ્રશાસને NDRF અને SDRFને જાણ કરી હતી. તે જ સમયે, સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો. તેમજ આ અંગે સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. જેથી એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી હતી. ત્યાર બાદ એજન્સીઓએ રેડિયોએક્ટિવ સામગ્રી લીક થવાની તપાસ શરૂ કરી હતી. આ સાથે જ રેડિયોએક્ટિવ સામગ્રીના સંપર્કમાં આવતા લોકોને રોકવામાં આવ્યા છે. સંપૂર્ણ તપાસ બાદ જ લોકોને એરપોર્ટ તરફ જવા દેવામાં આવશે. વાસ્તવમાં, રેડિયોએક્ટિવ સામગ્રીને નરી આંખે જોઇ શકાતો નથી પરંતુ તે તદ્દન જોખમી છે.

સ્કેનિંગ દરમિયાન એલાર્મ વાગ્યો
એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ ઉપયોગની રેડિયો સામગ્રી ધરાવતા બોક્સને લખનૌથી ગુવાહાટીની ફ્લાઈટમાં મોકલવાના હતા. દરમિયાન લખનૌ એરપોર્ટના ટર્મિનલ-3 પર સ્કેનિંગ દરમિયાન મશીનનું એલાર્મ વાગવા લાગ્યું હતું, અને લાકડાના બોક્સમાંથી રેડિયેશનના સમાચાર સામે આવ્યા હતઅ. આ બોક્સમાં કેન્સરણિ દવાઓ હતી. જેમાં રેડિયોએક્ટિવ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે એરપોર્ટ ઉપર રેડિયોએક્ટિવ સામગ્રી લીક થવાનું એલાર્મ વાગતાની સાથે જ સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતી. તેમજ સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

આ સાથે જ અમૌસી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થયા બાદ તેનાથી પ્રભાવિત લોકોની ઓળખ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન સ્કેનિંગમાં રોકાયેલા ત્રણ કર્મચારીઓને રેડિયોએક્ટિવની અસર થઇ હોવાની આશંકા છે. તેથી, તેઓને આઇસોલેટ કરવામાં આવ્યા છે. હવે તેમના પર રેડિયોએક્ટિવ સામગ્રીની અસરની તપાસ કરવામાં આવશે. ત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્લોરીન ગેસ લીકેજ થયો છે. આ પછી તમામ લોકોને એરપોર્ટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમજ અત્યારે દરેકને એરપોર્ટથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.

એરપોર્ટની કામગીરીને અસર થઈ નથી
ઘટનાની જાણ થતા જ એરપોર્ટનો કાર્ગો એરિયા સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યો છે. જોકે, એરપોર્ટ એડમિનિસ્ટ્રેશને દાવો કર્યો છે કે રેડિયોએક્ટિવ મટિરિયલ લીક થવાને કારણે એર ટ્રાફિક પર કોઈ અસર થઈ નથી. CCSI એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મેડિકલ કન્સાઈનમેન્ટે રેડિયોએક્ટિવ સામગ્રીને શોધવા માટે એલાર્મ સેટઅપ કર્યું હતું. ત્યારે એલાર્મના કારણને જાણવા NDRFને બોલાવવામાં આવી છે. કોઈના જીવને કોઈ ખતરો નથી. એરપોર્ટની કામગીરી પર કોઈ અસર થઈ નથી. પ્રવક્તાએ કહ્યું હતું કે આ ઘટનામાં હજુ સુધી કોઈને ઈજા થઈ નથી.

Most Popular

To Top