નવીદિલ્હી : કતારમાં (Quatar) આયોજિત ફિફા વર્લ્ડ કપની (Fifa World Cup) ફૂટબોલ મેચ નિહાળવા ચાહકો અહીં આવી રહ્યા છે. જોકે ફિફા વર્લ્ડ કપ શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે. શનિવારે તેમની ટીમનો ઉત્સાહ વધારવા કતાર પહોંચેલા ચાહકોની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો હતો. યજમાન શહેરોમાંના એક લુસેલમાં (Lucelle) કેતાફેન ટાપુ પાસેના ફેન વિલેજમાં આગ ફાટી નીકળી હતી. આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પણ ફાયર બ્રિગેડના કાફલાએ આગ (Fire) લાગ્યાની ઘટનાની જાણ થતા જ તુરંત તેની ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ અહીંની એક બિલ્ડીંગમાં આગ લાગી હતી જોકે સ્થાનિક અધિકારીઓ આ ઘટનાને લઇને મૌન છે.લુસેંનને પ્રમોટ કરવા માટે કતારે પાણીની માફરક રૂપિયાનો ખર્ચ કર્યો છે.જેનો અસર હવે જોવા મળી રહ્યો છે.જોકે આ આગને લઇને યજમાન ટિમો માટે પરેશાની વધારી દીધી છે.
કોઈ ઈજા કે દાઝી જવાના સમાચાર નથી
લુસેલમાં ટુર્નામેન્ટની ઘણી બધી મેચો રમાઈ રહી છે. ત્યાં શનિવારે મોડી રાત્રે આર્જેન્ટિના અને મેક્સિકો વચ્ચે મેચ રમાઈ હતી. તે જ સમયે કતારના આંતરિક મંત્રાલયના જણાવ્યા અનુસાર આગ બપોરે શરૂ થઈ હતી. જ્યાં આગ લાગી તે સ્થળ લુસેલ સ્ટેડિયમથી 3.5 કિમી દૂર છે. થોડી વાર પછી આખું આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું. આ વાદળો શહેરના દરેક ખૂણેથી દેખાતા હતા. આ પછી ઓથોરિટીએ સિવિલ ડિફેન્સને ત્યાં મોકલ્યો જેણે આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી.
કરોડો રૂપિયાનો ખર્ચ લુસેલ પર કરાયો છે
કતારએ ફીફા વર્લ્ડ કપની યજમાની માટે સૌથી વધુ પૈસા લુસેલ શહેર પર જ ખર્ચ્યા છે. અહીં ઘણી આધુનિક વસ્તુઓ બનાવવામાં આવી હતી. ઓછામાં ઓછા 2700 અબજ રૂપિયામાં લુસેલ પર 72 ચોરસ કિલોમીટરના ત્રિજ્યામાં સ્ટેડિયમ,ચાર ટાપુઓ, શોપિંગ મોલ, હોસ્પિટલ, પ્રાણી સંગ્રહાલય, બે ગોલ્ફ કોર્સ અને અઢી મિલિયન લોકો માટે ઘરો બનાવવામાં આવ્યા છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ પણ 18મી ડિસેમ્બરે લુસેલમાં રમાશે.