World

યુક્રેન સામે લાંબી લડાઈ લડવા પુતિને આપ્યો આ આદેશ

મોસ્કો: રશિયા(Russia) યુક્રેન(Ukraine) સાથે લાંબુ યુદ્ધ(War) લડવા તૈયાર છે. યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ(President) વ્લાદિમીર પુતિને(Vladimir Putin) તેમના દેશની સેના(Army)ને સશસ્ત્ર દળોમાં 1.37 લાખ સૈનિકોની ભરતી (Recruitment) કરવાનો આદેશ આપ્યો છે. પુતિને આ સંબંધિત આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે 1 જાન્યુઆરી, 2023થી અમલમાં આવશે. જો કે અહિ એ સ્પષ્ટ નથી કે સૈન્ય સશસ્ત્ર દળોને મજબૂત કરવા માટે ફરજિયાતપણે મોટી સંખ્યામાં સૈનિકોની ભરતી કરશે, અથવા સ્વયંસેવકોની સંખ્યામાં વધારો કરશે, અથવા બંનેનું સંયોજન કરશે. પુતિનના આ આદેશથી રશિયન સેનામાં સૈન્ય કર્મચારીઓની સંખ્યા વધીને 20,39,758 થઈ જશે. એક ન્યુઝ એજન્સીનાં અહેવાલ અનુસાર, ક્રેમલિને કહ્યું છે કે માત્ર સ્વૈચ્છિક કરાર સૈનિકો યુક્રેનમાં “ખાસ લશ્કરી કાર્યવાહી” માં ભાગ લઈ રહ્યા છે. તેણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે તે યુક્રેનમાં વધુ સૈનિકો મોકલવાનું વિચારી રહી છે. યુએસ પ્રમુખ જો બિડેને બુધવારે યુક્રેન માટે $3 બિલિયન લશ્કરી સહાય પેકેજની જાહેરાત કરી હતી

EUની યુક્રેનને $9.5 બિલિયનની સહાય
યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે જણાવ્યું હતું કે રશિયન હુમલા પછી યુરોપિયન યુનિયનએ યુક્રેનને $9.5 બિલિયનની સહાય પૂરી પાડી છે. અન્ય $7.9 બિલિયન પેકેજ રિલીઝ થવાનું છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે આ સહાયમાં છ વધારાની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ પ્રણાલીનો સમાવેશ થશે. બીજી તરફ, યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેકસી રેઝનિકોવે બર્લિન પાસેથી જેપાર્ડ ટેન્કની સપ્લાયની માંગ કરી છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે કિવમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને યુદ્ધ ચાલુ હોવાથી રશિયા સાથે કોઈપણ સંવાદ અથવા સંબંધો ફરી શરૂ કરવા સામે પોતાનો વિરોધ જાહેર કર્યો છે.

યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયન હુમલામાં 25ના મોત
યુક્રેનના શહેર ચેપ્લિનના રેલવે સ્ટેશન પર થયેલા રશિયન હુમલામાં મૃત્યુઆંક વધીને 25 થઈ ગયો છે. રશિયાએ જણાવ્યું હતું કે તેણે પૂર્વી યુક્રેન તરફ જતી લશ્કરી ટ્રેન પર ઇસ્કેન્ડર મિસાઇલ છોડી હતી.

રશિયાએ પરમાણુ પ્લાન્ટની વીજળી કાપી, પછી પુનઃસ્થાપિત કરી
એજ ન્યુઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર રશિયાએ બુધવારે યુક્રેનના ઝાપોરિઝિયા પરમાણુ પ્લાન્ટની વીજળી કાપી નાખી હતી. જોકે, બાદમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછી પરમાણુ પ્લાન્ટ ફરી કામ કરવા લાગ્યો છે. યુક્રેનનું કહેવું છે કે ન્યુક્લિયર પ્લાન્ટની નજીકના કોલ પાવર સ્ટેશનમાં રાખના ખાડાઓમાં આગ લાગી હતી. જેના કારણે ન્યુક્લિયર પ્લાન્ટનો વીજ પુરવઠો ખોરવાયો હતો.

Most Popular

To Top