સુરત: અડાજણમાં (Adajan) રહેતા અને આઈસ્ક્રીમના (Icecream) વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું શંકાસ્પદ મોત (Death) નિપજ્યું હતું. મરનાર ઘરમાં સોફા પર બેઠા ત્યાર બાદ તેમની તબિયત (Health) લથડી હતી. તેમને ખાનગી હોસ્પિટલમાં (Hospital) લઈ જવાયા ત્યારે તેમને મૃત (Death) જાહેર કરાયા હતાં. પરિવારનો આક્ષેપ છે કે કોઈએ ધક્કો માર્યો હતો તેથી તેમની તબિયત ખરાબ થઈ હતી.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર અડાજણમાં પાલનપુર પાટિયા તરફ સંગમ ટાઉનશીપમાં રહેતા તારકેશ્વરભાઈના નત્થુભાઈ પાટીલ( 52 વર્ષ) આઈસ્ક્રીમના વ્યવસાય સાથે સંકળાયેલા હતાં. આજ રોજ બપોરે તેઓ ઘરે આવીને સોફા પર બેઠા હતા. ત્યાર બાદ તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
તારકેશ્વરભાઈના ભાઈ વિજયભાઈ પાટીલે જણાવ્યું હતું કે, તારકેશ્વરભાઈ બેભાન થઈની ઢળી પડ્યા તેના અડધા કલાક પહેલા તેમને કોઈએ ધક્કો માર્યો હતો. તેમને ધક્કો મારવામાં આવ્યો તે સોસાયટીની જ એક વ્યક્તિએ જોયું છે. તેથી પેનલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવનાર છે. તારકેશ્વરભાઈને સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. સૌથી મોટી દીકરી જર્મનીમાં એમએસસીનો અભ્યાસ કર્યા બાદ ત્યાં જ પીએચડી કરી રહી છે. પિતાના મોતના સમાચાર મળતા અંતિમ વિધી માટે તાત્કાલિક સુરત આવવા નીકળી ગઈ છે.
નવસારીમાં સેન્ચુરી એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા વૃદ્ધાનું મોત
નવસારી : નવસારીમાં સેન્ચુરી એપાર્ટમેન્ટના 10માં માળેથી નીચે પટકાતા વૃદ્ધાનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી માણેકલાલ રોડ પર પોસ્ટ ઓફિસની સામે સેન્ચુરી એપાર્ટમેન્ટના ભારતીબેન નીતિનભાઈ શાહ (ઉ.વ. 64) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 21મીએ મોડી સાંજે ભારતીબેન એપાર્ટમેન્ટના 10માં માળેથી બાલ્કનીમાંથી અચાનક નીચે પડી ગયા હતા. જેના પગલે તેમને શરીરે અને માથાના ભાગે ઈજાઓ થતા સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતકના પુત્ર નીતિનભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એમ.એચ. સીણોલે હાથ ધરી છે.