National

પંજાબ: મોહાલીમાં નિર્માણાધીન ઈમારતની છત પડી, અનેક લોકો ફસાયા હોવાની આશંકા

મોહાલીઃ પંજાબના (Punjab) મોહાલી જિલ્લામાં એક નિર્માણાધીન ઈમારતની (Building) છત ધરાશાયી (Collapsing) થતાં અનેક લોકો ફસાયા છે. આ ઘટના શનિવારે ખેરારના સેક્ટર 126ની છે. રેસ્ક્યુ (Rescue) ઓપરેશન ચાલુ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વહીવટીતંત્ર સતત બચાવ કાર્યમાં લાગેલું છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈમારતની છતનું કામ ચાલી રહ્યું હતું. આ ઘટના નવા વર્ષની સાંજે ઘટી હતી હાલતો રાહત કાર્યની કામગીરી એકદમ જોર-શોરમાં શરુ કારી દેવામાં આવી છે. ત્યારે આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. છત પડી જતા અનેક લોકો ફસાયા હોવાની આશંકા જતાવાય રહી છે.

  • ઘટના શનિવારે ખેરારના સેક્ટર 126ની છે
  • રાહત કાર્યની કામગીરી એકદમ જોર-શોરમાં શરુ
  • છત પડી જતા અનેક લોકો ફસાયા હોવાની આશંકા

અનેક લોકોના દબાઈ ગયા હોવાની આશંકા
મોહાલીમાં નિર્માણ પામી રહેલા એક શોપિંગ કોમ્પ્લેક્સનો કાટમાળ અચાનક ધરાસાય થઇ ગયો હતો.જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અંદર કેટલા લોકો ફસાયેલા છે. પોલીસ અને પ્રશાસનની ટીમ બન્ને ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તંત્ર તરફથી હાલતો અનેક લોકો દબાયા હોવાની આશંકા જતાવાઈ રહી છે.

છત તૂટી પડી અને ચાર મજૂરો કાટમાળ નીચે દટાયા
હાલ તો એવી જાણકારી સામે આવી રહી છે કે અહીં એક શોપિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યું છે. બિલ્ડિંગના ભોંયતળિયા અને ગ્રાઉન્ડ ફ્લોરની છત બનાવવામાં આવી હતી પરંતુ હજુ સુધી શટરિંગ દૂર કરવામાં આવ્યું નથી. દરમિયાન ઉપરના માળના છતનો સ્લેબ ભરવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ અચાનક છત તૂટી પડી અને ચાર મજૂરો કાટમાળ નીચે દટાયા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

Most Popular

To Top