SURAT

સુરત ના ભેસ્તાનમાં સ્માર્ટ મીટર સામે જનાક્રોશ

ભેસ્તાન વિસ્તારની સંગમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સામે આજે સ્થાનિક રહેવાસીઓનો જોરદાર વિરોધ જોવા મળ્યો હતો , ટોરેન્ટ પાવર દ્વારા સોસાયટીમાં ૧૦ થી ૧૫ જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા જ રહીશોમાં અસંતોષ ફાટી નીકળ્યો હતો,જે બાદ સોસાયટી ના રહીશો એ એકત્રિત થઈ મીટર બદલવાની કાર્યવાહી રોકી દીધી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો .સ્થાનિકોનો આરોપ હતો કે સ્માર્ટ મીટરથી વીજબીલ વધવાની ભીતિ છે.

અગાઉ અન્ય વિસ્તારોમાં આવી ફરિયાદો સામે આવી ચૂકી છે. રહીશોનું કહેવું હતું કે કોઈ પૂર્વ જાણ કે ચર્ચા વિના અચાનક સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા, જે યોગ્ય નથી. “અમને અમારી સંમતિ વગર મીટર બદલવાનું સ્વીકાર્ય નથી,” એવા નારા સાથે લોકો વિરોધ નોંધાવ્વિયો હતો ,રોષે ભરાયેલા રહીસો ની માહિતી મળતાની સાથે જ ટોરેન્ટ પાવરના અધિકારીઓ તેમજ જીબી (ગવર્નમેન્ટ બોડી)ના જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા . અધિકારીઓએ સ્થાનિકો સાથે વાતચીત કરી સ્થિતિ શાંત પાડવા નો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને પક્ષ વચ્ચે તીખી ચર્ચા પણ થઈ, પરંતુ સ્થાનિકો પોતાના વલણ પર અડગ રહ્યા.

કલાકો સુધી ચાલેલા હંગામા અને ચર્ચા બાદ અંતે સ્થાનિકોની માંગ સ્વીકારવામાં આવી. ટોરેન્ટ પાવર દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર હટાવી લેવામાં આવ્યા અને તેની જગ્યાએ ફરીથી જુના મીટરો લગાવવામાં આવ્યા. આ નિર્ણય થતાં જ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો અને માહોલ શાંત થયો.રહેવાસીઓએ ચેતવણી આપતાં કહ્યું કે જો ભવિષ્યમાં પણ કોઈ ચર્ચા વિના સ્માર્ટ મીટર લગાવવાની કોશિશ થશે તો વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સાથે જ તેમણે માંગ કરી છે કે સ્માર્ટ મીટરના ફાયદા-નુકસાન અંગે ખુલ્લી બેઠક યોજી લોકોને સંપૂર્ણ માહિતી આપવામાં આવે.આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં સ્માર્ટ મીટર મુદ્દે ચાલી રહેલા વિવાદને ઉજાગર કર્યો છે. ટેકનોલોજીના નામે થતી બદલાવની પ્રક્રિયામાં જનસહમતિ અને પારદર્શિતા જરૂરી હોવાનું સ્થાનિકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ભેસ્તાનની સંગમ સોસાયટીમાં થયેલો આ વિરોધ આગામી દિવસોમાં અન્ય વિસ્તારો માટે પણ મહત્વપૂર્ણ સંકેત બની શકે છે.

Most Popular

To Top