પાક કૃષિ વ્યવસ્થા
ખેડૂતોને વીજ સહાય માટે રૂ. ૯,૩૨૪ કરોડ
સૂક્ષ્મ સિંચાઈ માટે રૂ. ૧,૨૫૦ કરોડ
કૃષિ યાંત્રિકીકરણ (ટ્રેક્ટર સહાય ₹૮૦૦ કરોડ, સાધનો સહાય રૂ. ૭૬૫ કરોડ)
મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના માટે રૂ. ૧૫૪ કરોડ
ખાતેદાર ખેડૂતોને ₹૪ લાખ સુધી વીમા રક્ષણ માટે રૂ. ૧૪૬ કરોડ
ડ્રોન ટેકનોલોજી અને સીડ રીપ્લેસમેન્ટ માટે રૂ. ૭૭ કરોડ
મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન માટે રૂ. ૧૪ કરોડ
૬ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપના માટે રૂ. ૧૨ કરોડ
ઓર્ગેનિક મેન્યોર પ્રોત્સાહન માટે રૂ. ૧૦ કરોડ
બાગાયત વિકાસ માટે રૂ. ૭૯૮ કરોડ
કૃષિ યુનિવર્સિટીઓના વિકાસ માટે રૂ. ૧,૦૬૩ કરોડ
પ્રાકૃતિક કૃષિ માટે રૂ. ૩૯૨ કરોડ
પશુપાલન અને ડેરી વિકાસ
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ. ૫૦૦ કરોડ
કામધેનુ યુનિવર્સિટી માટે રૂ. ૪૨૪ કરોડ
ગાભણ/વિયાણ પશુ સહાય રૂ. ૬૧ કરોડ
ફરતા પશુ દવાખાના રૂ. ૫૬ કરોડ
નિઃશુલ્ક પશુ સારવાર રૂ. ૫૨ કરોડ
મત્સ્યોદ્યોગ
૧૦૪ નોટિફાઈડ ઉતરાણ કેન્દ્રો માટે રૂ. ૩૬૧ કરોડ
ડીઝલ વેટ સહાય રૂ. ૩૦૦ કરોડ
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ રૂ. ૧૨૮ કરોડ
ભાંભરાપાણી અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઇ
ડીપ-સી ફીશિંગ વેસલ સહાય રૂ. ૧૫ કરોડ
સહકાર અને કૃષિ ઋણ
સમયસર ચૂકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાભાર્થીઓને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે રૂ. ૧,૫૩૯ કરોડ
ગોડાઉન નિર્માણ સહાય રૂ. ૩૦ કરોડ
પેક્સ ગોડાઉન સહાય રૂ. ૨૧ કરોડ
સાકર યોજના હેઠળ વ્યાજ સહાય રૂ. ૨૦ કરોડ
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ૪,૮૪૨ કરોડની જોગવાઇ નવા કૃષિ વીજ જોડાણ માટે રૂ. ૧,૧૬૬ કરોડ
કિસાન સૂર્યોદય યોજના માટે રૂ. ૫૦૦ કરોડ
નવા સબસ્ટેશનો માટે રૂ. ૩૫૦ કરોડ
જનજાતિય કલ્યાણ યોજના હેઠળ વીજ ગુણવત્તા સુધારણા માટે રૂ. ૨૦૧ કરોડ
પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન (PM-KUSUM) હેઠળ રૂ. ૨૦૦ કરોડ
ટ્રાન્સમિશન લાઇન શિફ્ટિંગ માટે રૂ. ૧૨૫ કરોડ
ઊર્જા સંરક્ષણ યોજના માટે રૂ. ૧૦૦ કરોડ
યાત્રાધામોમાં ગ્રીન અને વીજસલામત ઝોન માટે રૂ. ૧૦૦ કરોડ
અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક માટે રૂ. ૧૦૦ કરોડ
EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂ. ૫૦ કરોડ
“સર્જન યોજના” હેઠળ રૂ. ૨૫ કરોડ
વીજ સલામતી સાધનો માટે રૂ. ૭ કરોડ
એનર્જી ઇનોવેશન ફંડ માટે રૂ. ૫ કરોડ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે ૪૫૨ કરોડની જોગવાઇ
ગુણવત્તા સમન્વિાત પ્રોત્સાહન નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોને સહાય ચૂકવવા રૂ. ૨૩ કરોડની રાજ્યના રાજકીય-સામાજિક ઈતિહાસને દર્શાવતા અખબારો અને પુસ્તકોના ડિજિટાઈઝેશન માટે જોગાવાઈ
અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય મથકોએ ઝડપથી સમાચાર મોકલી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે મોબાઇલ જર્નાલિઝમ (MOJO) કીટ પૂરી પાડવામાં આવશે.
કાયદા વિભાગ માટે ૨૭૦૨ કરોડની જોગવાઇ
વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે રૂ. ૩૨૪ કરોડ. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાકના મકાનો માટે રૂ. ૨૨૫ કરોડ. હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેકટ અંતર્ગત રાજ્યની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે રૂ. ૨૨ કરોડ.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ૭૬૯૦ કરોડની જોગવાઇ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત રૂ. ૨૮૪૮ કરોડ.
આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ૧૧૨૮ કરોડ.
પૂરક પોષણ યોજના અંતર્ગત રૂ. ૯૭૨ કરોડ.
પૂર્ણા યોજના હેઠળ પૂર્ણા શક્તિના પેકેટ આપવા રૂ. ૩૬૨ કરોડ.
બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૩૬૦ કરોડ.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ રૂ. ૨૮૪ કરોડ.
વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે રૂ. ૨૪૫ કરોડ.
દૂધ સંજીવની યોજના હેઠળ રૂ. ૨૦૫ કરોડ.
પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં રૂ. ૮૭ કરોડ.
પોષણ સંગમ કાર્યક્રમ માટે રૂ. ૧૬ કરોડ.
ગૃહ વિભાગ માટે ૧૪૨૬૫ કરોડની જોગવાઇ
પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ. ૧૫૭૧ કરોડની જોગવાઇ.
રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા રૂ. ૧૩૬ કરોડની જોગવાઇ.
DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે રૂ. ૨૦ કરોડની જોગવાઇ.
આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા રૂ. ૯ કરોડની જોગવાઇ
સામાન્ય વહીવટ વિભાગ માટે ૨૯૧૦ કરોડની જોગવાઇ
ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે રૂ. ૨૧૦૨ કરોડની જોગવાઇ.
અટલ સ્વાન્તજ: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા રૂ. ૭ કરોડની જોગવાઇ.