Gujarat

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે રૂ.૨૦૦૬ કરોડની જોગવાઇ

રમતગમત ક્ષેત્રે રૂ. ૧૩૩૧ કરોડની જોગવાઇ
અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા અને SVP સ્પોર્ટસ એન્ક્લેવના વિકાસ માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઇ.
વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રા સ્ટ્રકચરના વિકાસ અર્થે રૂ. ૧૬૫ કરોડની જોગવાઇ.
અમદાવાદ-ગાંધીનગર ખાતે રમતગમતને લગતી આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. ૧૦૧ કરોડની જોગવાઇ.

કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.
ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઇ.
વૈશ્વિક કક્ષાના હોકી સ્ટેડીયમના નિર્માણ માટે રૂ. ૯૦ કરોડની જોગવાઇ.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂ. ૨૨૬ કરોડની જોગવાઇ
રાજ્ય રક્ષિત પુરાતત્વીય સ્મારકોના વિકાસ અને સંરક્ષણ માટે રૂ. ૫ કરોડની જોગવાઇ.

ગ્રંથાલયો માટે રૂ. ૧૮૨ કરોડની જોગવાઇ
જિલ્લા તથા તાલુકા ગ્રંથાલયોના નિર્માણ માટે રૂ. ૧૨૮ કરોડની જોગવાઇ.
૪ સ્માર્ટ જિલ્લા ગ્રંથાલયોના વિકાસ માટેનું આયોજન છે. નવરચિત ૧૭ તાલુકા મથકો ખાતે નવા ગ્રંથાલયો શરૂ કરવાનું આયોજન છે.

ગુજરાતની ધરોહરને ઉજાગર કરવા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે રૂ. ૮ કરોડની જોગવાઇ.
નિયામક, અભિલેખાગાર હસ્તકની કચેરીઓના આર્કાઇવલ રેકર્ડના સંરક્ષણ અને પુન: સ્થાપન માટે રૂ. ૩ કરોડની જોગવાઇ.

ક્લાઇમેટ ચેન્જગ વિભાગ માટે ૪૨૯ કરોડની જોગવાઇ
સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે રૂ. ૨૭૮ કરોડ
બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી પર સબસિડી આપવા રૂ. ૧૬ કરોડ
ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ વગેરે જેવી ૭૦ જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે રૂ. ૧૨ કરોડ
રાજ્યની શાળાના બાળકોમાં Climate Experimental Learning Module દ્વારા મિશન લાઇફ પ્રવૃત્તિની જાગરૂકતા વધારવા રૂ. ૯ કરોડ
ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા હસ્તકના સ્મશાનગૃહોમાં ૧૨૦૦ સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા રૂ. ૭ કરોડ
ગુજરાતમાં ગ્રીન સ્ટાર્ટઅપ એક્સિલરેશન કાર્યો માટે રૂ. ૫ કરોડની જોગવાઇ.

2030ની કોમનવેલ્થ ગેમ માટે 1278 કરોડનું બજેટ

ગાંધીનગર: વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સના યજમાન બનવા તથા અમદાવાદ શહેરને ‘ઓલિમ્પિક રેડી સિટી’ તરીકે વિકસાવવા 2026-27ના બજેટમાં રાજ્ય સરકારે રૂ. 1278 કરોડની મહત્ત્વપૂર્ણ જોગવાઈ કરી છે. આ પહેલ દ્વારા અમદાવાદને ભવિષ્યમાં ઓલિમ્પિક જેવી વૈશ્વિક રમતોત્સવોની યજમાની માટે સજ્જ કરવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
કોમનવેલ્થ ગેમ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, શહેરમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતા નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે, જે ઓલિમ્પિક ધોરણોને અનુરૂપ હશે. આધુનિક પરિવહન વ્યવસ્થામાં રમતવીરો અને પ્રેક્ષકોની સરળ અવરજવર માટે સ્પોર્ટ્સ વેન્યુઝને મેટ્રો અને BRTS જેવી જાહેર પરિવહન સેવાઓ સાથે વધુ અસરકારક રીતે જોડવામાં આવશે. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસમાં SVP સ્પોર્ટ્સ એન્કલેવના વિકાસ માટે રૂ. 500 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે, જે અમદાવાદને વૈશ્વિક રમતગમત કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

વન અને પર્યાવરણ વિભાગ માટે ૩,૫૬૦ કરોડની જોગવાઇ

સામાજિક વનીકરણ માટે રૂ. ૭૫૦ કરોડ
વનોના વિકાસ અને સંરક્ષણ માટે રૂ. ૬૬૭ કરોડ
વન્યપ્રાણી વ્યવસ્થા માટે રૂ. ૪૬૯ કરોડ
વળતર વનીકરણ માટે રૂ. ૩૭૨ કરોડ
JICA પ્રોજેક્ટ હેઠળ ટકાઉ વન વ્યવસ્થાપન માટે રૂ. ૨૫૮ કરોડ
જિલ્લા/તાલુકા માળખાકીય સુવિધા માટે રૂ. ૧૦૨ કરોડ
બન્ની ઘાસમેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે રૂ. ૬૮ કરોડ
નર્સરીઓમાં મોટા રોપા માટે રૂ. ૫૦ કરોડ
ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય અને બ્રીડિંગ સેન્ટર માટે રૂ. ૪૦ કરોડ
રીવરાઇન લેન્ડસ્કેપ અને ગ્રીન વોલ ઓફ અરવલ્લી માટે રૂ. ૩૨ કરોડ
હેરીટેજ વૃક્ષ સંરક્ષણ માટે રૂ. ૨૬ કરોડ
ગાંધીનગર અને અમદાવાદ ને “વન કવચ” હેઠળ હરિયાળું બનાવવા રૂ. ૨૫ કરોડ
ઇકો-ટુરિઝમ અને આઇલેન્ડ વિકાસ માટે રૂ. ૨૦ કરોડ
આદિજાતિ કૌશલ્ય વર્ધન માટે રૂ. ૧૦ કરોડ
આહવા વન વિજ્ઞાન કેન્દ્ર અને અંબાજી મંદિર ખાતે લોગ હટ માટે રૂ. ૮ કરોડ
અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-૨૦૨૬ માટે રૂ. ૭ કરોડ

Most Popular

To Top