Business

GSTમાં સૂચિત સુધારા… મર્યાદિત… પણ અસર દૂરગામી…..

કેશ, ક્રેડિટ ખાતું ટાંચમાં લઈ શકાય નહીં…. કારણકે તેમાં વેપારી અને બેન્ક વચ્ચે દેવાદાર -લેણદારનો સંબંધ બનતો નથી એમ જણાવી નામદાર ગુજરાત હાઈકોર્ટે કેશ ક્રેડિટ ખાતા પર મૂકવામાં આવેલ ટાંચ તુરંત ઉઠાવી લેવા જીએસટી ખાતાને ફરમાવ્યું. ખેર ! મે. છેછાની ટ્રેડીંગ કાું વિ. સ્ટેટ ઓફ ગુજરાત – સ્પે.સી.ચે.નં. 12498/2020 ના તા. 9/12/20 ના મૂળ તાજેતરના ચૂકાદા તરફ એક નજર નાંખીએ તો….

અરજદારના કેસમાં જીએસટી કાયદાની કલમ 83 હેઠળ તેઓના અલગ અલગ બેન્ક ખાતાઓ ઉપર કામચલાઉ ટાંચ મૂકવામાં આવેલ. જે ખાતાઓ ઉપર ટાંચ મૂકવામાં આવેલ. જે ખાતાઓ ઉપર ટાંચ મૂકવામાં આવેલ તેમાં….. એક સેવિંગ્સ ખાતું હતું, એક કરન્ટ ખાતું હતું અને એક કેશ, ક્રેડિટ ખાતું હતું. એક આદેશથી સેવિંગ્સ ખાતા અને કરન્ટ ખાતા ઉપર ટાંચ મૂકવામાં આવેલ અને બીજા એક જુદા આર્દેશથી – ઓર્ડર નં. 12498/2020 થી કેશ ક્રેડિટ ખાતા ઉપર ટાંચ મૂકવામાં આવેલ અને અરજદાર દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં, જીએસટી ખાતાના અધિકારીઓ તરફથી ટાંચ ઊપાડવામાં નહીં આવતા અરજદારે આ બંને આદેશોને રીટ-પીટીશન દ્વારા પડકાર્યા.

રજૂઆત….
અરજદારના વિધ્વાન સિનિયર કાઉન્સીલે દલીલ કરતાં જણાવ્યું કે કેશ ક્રેડિટ એકાઉન્ટ એવો એકાઉન્ટ છે કે જેમાં ટાંચ મૂકી શકાય નહીં અને આ માટેના હાઈકોર્ટના કેટલાક ચૂકાદાઓ ઉપર આધાર રાખ્યો અને… જણાવ્યું કે કેશ, ક્રેડિટ એકાઉન્ટ એવો એકાઉન્ટ છે કે જેમાં એસેસી બેન્કમાંથી પોતાના ધંધા માટે નાણાં ઉછીના લઈ શકે છે. આથી બેન્ક જે નાણાં અરજદારને આપે છે તે લોન સ્વરૂપમાં છે કે કેશ-ક્રેડિટ ફેસીલીટી છે અને બેન્ક અને અરજદાર વચ્ચે દેવાદાર-લેણદારનો સંબંધ બનતો નથી.

ચૂકાદો….
ના હાઈકોર્ટે ચૂકાદો આપતાં જણાવ્યું કે બેન્ક અને અરજદાર વચ્ચે દેવાદાર-લેણદારનો સંબંધ થતો નથી અને અગાઉ હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવાયો છે તેમ, અમારા મતે, અરજદારની રજૂઆત સ્વીકાર્ય છે અને ઓર્ડર નં. 12498/2020 અંગે અરજદારની તરફેણમાં પ્રથમ દર્શનિય જોરદાર કેસ બને છે…. એમ જણાવી કેશ, ક્રેડિટ ખાતા ઉપર મૂકવામાં આવેલ કામચલાઉ ટાંચ ત્વરિત ઊઠાવી લેવા ખાતાને ફરમાવ્યું અને ખાતાની વિનંતી ધ્યાને લઈ અન્ય ખાતાઓ ઉપરની ટાંચ બાબતની સુનાવણી માટે બીજી મુદત આપી.

વર્ષ 2021-22 માટે નાણાંપ્રધાને રજૂ કરેલા અંદાજપત્રમાં જીએસટી સંબંધી મર્યાદિત જોગવાઈઓ પરંતુ… સૂચિત સુધારા વ્યાપક અને દૂરગામી અસરો ધરાવે છે.
(1) કલમ 50 (1) વ્યાજ સંબંધીમાં અન્ય પ્રોવિઝો દાખલ કરવામાં આવ્યો છે.. (2) કલમ 7માં.. સપ્લાયની વ્યાખ્યામાં કલબ/સોસાયટી અને સભ્યો વચ્ચેના નાણાંકિય વ્યવહારને કરવાની સપ્લાય ઘોષિત કરવામાં આવી છે. (3) એક મહત્વની જોગવાઈ ઓડિટ સંબંધી છે. કલમ 35 (5) રદ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની બાદબાકી કરવામાં આવી છે. આથી ખાતાની કામગીરીમાં ભારણ વધશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top