Gujarat

અમદાવાદની કિડની હોસ્પિટલમાં ખરીદીમાં કૌભાંડ

ગાંધીનગર : અમદાવાદની સિવિલ મેડિસિટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં ડાયાલિસિસ પ્રોગ્રામ માટે સાધનોની ખરીદીમાં કૌભાંડ થયાના આક્ષેપો સાચા હોવાનો રાજ્ય સરકારએ સ્વીકાર કર્યો છે.
સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલી વિગતોમાં જણાવ્યા પ્રમાણે અમદાવાદની સિવિલ મેડિસિટી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં ડાયાલિસિસ પ્રોગ્રામ માટે સાધનોની ખરીદીમાં કૌભાંડ અંગે હોસ્પિટલના નિયામક દ્વારા પ્રાથમિક તપાસ બાદ કેસની પુનઃતપાસ સોંપવામાં આવી છે.

આ મામલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર દ્વારા તા. 25 એપ્રિલ 2025ના આદેશથી વિશેષ તપાસ સમિતિ રચવામાં આવી હતી. સમિતિએ તા. 3 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો હતો. સરકારે આ પ્રાથમિક અહેવાલના આધારે વધુ વિગતવાર અહેવાલ રજૂ કરવા માટે તપાસ સમિતિને સૂચના આપી છે. જેના કારણે હવે અંતિમ અહેવાલની રાહ જોવાઈ રહી છે, જે બાદ આક્ષેપોમાં સત્યતા અને જવાબદારી સ્પષ્ટ થવાની શક્યતા છે.

Most Popular

To Top