Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીના રોજ પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતે અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે અને રાજ્યના વિકાસને નવી દિશા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ બપોરે અંદાજે 3 વાગ્યે ગુજરાત પહોંચશે, જ્યાં રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તેમના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમની આગમનની નિમિત્તે સાણંદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. માહિતી મુજબ, આશરે 3.5 કિલોમીટર લાંબો આ રોડ શો સાણંદ GIDC વિસ્તારમાં યોજાશે. રોડ શો હેલીપેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને નવી આકાર પામેલી માઇક્રોન કંપની સુધી જશે. આશરે 3 કિમીના આ માર્ગ પર અંદાજે 1 લાખ લોકો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ સાણંદમાં સ્થાપિત Micron Technology ની સેમિકંડક્ટર યુનિટનું ઉદ્ઘાટન છે. દેશને સેમિકંડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યાંક સાથે આ પ્રોજેક્ટને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યુનિટ શરૂ થતાં ગુજરાત ગ્લોબલ સેમિકંડક્ટર હબ તરીકે વિકસવાની દિશામાં આગળ વધશે અને હજારો લોકોને રોજગારીની નવી તકો સર્જાશે.

Most Popular

To Top