નવી દિલ્હી: સમગ્ર દેશમાં ટામેટાનાં (Tomato) ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. આ ઉપરાંત અન્ય શાકભાજીના (Vegitables) ભાવો પણ વધી રહ્યાં છે ત્યારે ગૃહિણીઓનું બજેટ (Budget) ખોરવાયું છે. ઘણાં શહેરોમાં તો ટામેટાનાં ભાવ 300 રૂપિયા કિલોગ્રામ સુધી વહેંચાઈ રહ્યાં છે. હાલ તો સોશિયલ મીડિયામાં (Social Media) પણ ટામેટાની તુલના સોના (Gold) સાથે કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે એક સ્ટોરી સોશિય મીડિયા પર વાઈરલ થઈ રહી છે. કેટલાય લોકોએ રસોઈમાં ટામેટાનો વપરાશ બંધ કરી દીધો છે અને તેની જગ્યાએ વૈકલિપક વસ્તુઓ શોધી રહ્યાં છે ત્યારે એક દીકરી તેની મા માટે દુબઈથી 10 કિલો ટામેટા સૂટકેસમાં લાવી હતી. આ સ્ટોરીએ હાલ સૌને આકર્ષી રહી છે.
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે રેવ્સ નામના ટ્વિટર હેન્ડલ પરથી આ સ્ટોરી શેર કરવામાં આવી છે. ટ્વિટર યુઝરે લખ્યું કે મારી બહેન ઉનાળા વેકેશનની મજા માણવા દુબઈથી ભારત આવી રહી હતી. તે સમયે મારી બહેને માતાને પૂછયું કે દુબઈથી કશું લાવવાનું છે? જેનાં જવાબમાં માતાએ કહ્યું 10 કિલો ટામેટાં લઈ આવજે. અને માતાના હુકમને સરઆંખે રાખી બહેન પણ 10 કિલો ટામેટા દુબઈથી પેક કરીને સૂટકેસમાં લઈ આવી હતી. ટ્વિટર યુઝરે વધારામાં લખ્યું કે અમારો પરિવાર મોટાં પ્રમાણમાં ટામેટાનો વપરાશ કરે છે. દુબઈથી આવેલા આ ટામેટાનો ઉપયોગ અમે ચટણી, અથાણા તેમજ અન્ય વસ્તુઓ માટે કરશું. આ ટ્વિટને 54000થી વધારે લોકો જોઈ ચૂક્યા છે તેમજ 700 કરતા પણ વઘારે લાઈક્સ મળી હતી.
હવે આ સ્ટોરી વાંચ્યા બાદ યુઝર્સ ટ્વિટર પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે મજાકમાં લખ્યું કે તમારી બહેનને એરપોર્ટ પર મોંઘી વસ્તુઓ લાવવા બદલ કોઈએ પકડી નહિં. બીજી તરફ ટામેટાની વધતી કિંમતો વચ્ચે મહારાષ્ટ્રના પુણેનો એક ખેડૂત તમામ પડકારોને પાર કરીને માત્ર એક મહિનામાં જ કરોડપતિ બની ગયો હતો.