Gujarat

આજથી બે દિવસ માટે રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ ગુજરાતમાં

ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આવતીકાલે તા.13 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. 14 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ડૉ. બી. આર. આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’માં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, રાષ્ટ્રપતિ ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના પાંચમા પદવીદાન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. જયારે 5 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ AIIMS નાગપુરના બીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તે જ દિવસે, તેઓ નેશનલ એકેડેમી ઓફ ડાયરેક્ટ ટેક્સિસ, નાગપુર ખાતે ભારતીય મહેસૂલ સેવા (આવકવેરા) અધિકારી તાલીમાર્થીઓની 78મી બેચના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. 16 એપ્રિલના રોજ, રાષ્ટ્રપતિ વર્ધા ખાતે મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના છઠ્ઠા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

Most Popular

To Top