Business

હજારો લોકોને રોજગાર પૂરો પાડતાં દહેજ-હજીરા ઓદ્યોગિક વિસ્તારમાં સલામતી કેટલી?

સુરત: હજીરા-દહેજ ઔધોગિક વિસ્તારો (INDUSTRIAL AREA)ની સલામતી, કટોકટી વ્યવસ્થાપન અને કેમિકલ ઉધોગોની સલામતીના પ્રશ્ને રાજ્ય સરકારે જરૂરી પગલાઓ લઇ સલામતીનું ઇન્ફ્રાસ્ટ્રચર ઉભુ કરવા રાજ્યના મુખ્યમંત્રી, જીપીસીબી,સીપીસીબીને રજૂઆત કરવામાં આવી છે.

પર્યાવરણ વિદ એમએસએચ શેખે હજીરા અને દહેજમાં બનેલી બે મોટી ઘટના (ACCIDENT)ઓ અંગે રાજ્ય સરકારને અહેવાલ મોકલ્યો છે જેમાં જણાવાયુ છે કે કેમિકલ લોડિંગ માટે આવતા ટેન્કમાં ટેમ્પરેચર અને પ્રેશર માટેની અલાર્મ હોવી જોઈએ સાથે DCS સાથે જોડાણ હોવું જોઈએ. ટેંક વાલ્વ અને ટેંક નિયમિત ચેક થવી જોઈએ અને રેકર્ડ રાખવો જોઈએ. જોખમ મૂલ્યાંકન સમયસર થવું જોઈએ. ટેન્કર અનલોડીંગ પહેલા ટેંક ફાર્મ ઓપરેટરે કરેલ જોડાણ શિફ્ટ ઇન્ચાર્જ કે એચઓડી એ સર્ટીફાય કરવું જોઈએ. દહેજ અને હજીરા વિસ્તારમાં સમ ખાવા પુરતી કોઈ ઓધોગિક અકસ્માતમાં ઘાયલ લોકો માટે હોસ્પિટલ પણ નથી !

કોઈ મોટા રસાયણિક દુર્ઘટનાને કંટ્રોલ કરી શકે એવો ચોવીસ કલાક કામ કરતો સરકારી કંટ્રોલર કે સ્થિતિ સંભાળી શકે એવો કાબેલ અધિકારી પણ નથી. અકસ્માત સમયે કંપનીના માણસો તેમજ આજુબાજુ વાળા બધા જાન બચાવી લઇ ભાગી જવાની ટેવ વાળા છે. GSDMAની મીટીંગ છેલ્લા એક વર્ષથી મળીજ નથી. CCTV કેમેરાના સ્ટોરેજ પ્લાનમાં અને પ્લાન્ટ બહાર એમ બે જગ્યાએ સલામત સ્થળે હોવા જોઈએ. કર્મચારીઓને DISH દ્વારા ફરજીયાત તાલીમ મળવી જોઈએ. ટેન્કર ખાલી કરવાની SOP હોવી જોઈએ હેઝોપ સ્ટડી થવી જોઈએ.

હજીરા-દહેજમાં અકસ્માત વખતે કામ લાગે તેવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન બનાવવામા આવ્યો નથી

દહેજ અને હજીરા જેવા મોટા ઉધોગો ધરાવનાર વિસ્તારો માટે હજુ પણ કોઈ મજબુત અને અકસ્માત સમયે ખરેખર કામ લાગે એવા પ્લાન બનાવવામાં આવ્યો નથી. કટોકટી વખતે જરૂરી યોગ્ય સાધન સામગ્રી તેમજ કટોકટી પ્લાન માટે જરૂરી ઇન્ફાસ્ટ્રક્ટર ઉભું કરવામાં આવેલ નથી. વળી આ બંને ઓધોગિક વિસ્તારોમાં બેસિક જરૂરિયાત એવી કોઈ મોટી હોસ્પિટલ પણ નથી જે રસાયણિક કે ઓધોગિક અકસ્માતમાં ઘાયલ લોકોનું ધ્યાન રાખી સારવાર આપી શકે. જીલ્લા વહીવટી તંત્ર પાસે ફૂલ ટાઇમ અનુભવી કટોકટી નિષ્ણાંતો કે કંટ્રોલર નથી કે જરૂરી કટોકટી વખતેનો કંટ્રોલ રૂમ પણ નથી.

કેમિકલ એકમો ક્યારેક ભૂતિયા કેમિકલ બનાવે છે જેના વિશે સરકારી રેકર્ડ પર કાંઈજ હોતું નથી. અને તેમને પકડવા અઘરા હોય છે. તેવા યુનિટોમાં ઝેરી ગેસ બને છે અને આવા ગેસ માપવાના સાધનો એકમ પાસે તેમજ સરકાર પાસે પણ હોતા નથી. આથી આવા એકમો તેની દુર્ઘટનાઓ અને તપાસ મુશ્કેલ બને છે. સુરતમાં ર૦૧૩ માં આઈઓસીએલના પેટ્રોલીયમ ટાંકીમાં ખુબ મોટી આગ લાગેલી અને દક્ષિણ ગુજરાતમાંથી ૪૦૦ બંબા ઘટનાસ્થળે પહોંચેલ પરંતુ સતત પાણી નહિ મળવાને લીધે બંબા ઉભા રહ્યા અને સમગ્ર ટાંકીઓને ર દિવસ સુધી સળગતા છોડી દેવામાં આવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top