પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય તાપમાન ઊંચે ગયું છે. ખાસ કરીને ઇડી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો સંઘર્ષ હવે રસ્તા પરથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે કહ્યું છે કે, આ સ્થિતિની અવગણના થઇ ના શકે. કાયદો વ્યવસ્થાનો પણ સવાલ છે. હવે આ મુદે્ કાનૂની લડત તો ચાલુ જ રહેવાની પણ ચૂંટણીમાં આ મુદો બરાબર ઉછાળાશે. ભાજપે દેશમાં વ્યાપક સત્તા મેળવી છે. દક્ષિણનાં કેટલાંક રાજ્યો અને ખાસ કરીને પ. બંગાળમાં ભાજપ સત્તાથી દૂર રહ્યો છે અને ત્યાં મમતા બેનર્જીના પક્ષને માત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઘણા દાવપેચ પછી પણ મમતા પરાસ્ત થયાં નથી. આ ચૂંટણીમાં ભાજપ મમતાને પરાસ્ત કરી સત્તા મેળવવા માગે છે પણ એમાં સફળ થશે? આ પ્રશ્નનો જવાબ મળતો નથી.
તાજેતરમાં ઇડીએ કોલકાતામાં આઈપેક (I-PAC) (તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રણનીતિ સંભાળતી સંસ્થા) ના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ૨,૭૪૨ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં કરવામાં આવી હોવાનું ઇડીએ જણાવ્યું છે. દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી જાતે આઈપેકની ઓફિસ પહોંચ્યાં હતાં. તેમણે ઇડી પર ગંભીર આક્ષેપો કર્યા છે કે ઇડી ભાજપના ‘એજન્ટ’ તરીકે કામ કરી રહી છે અને ૨૦૨૬ની ચૂંટણી માટે ટીએમસીની ગુપ્ત રણનીતિ, ઉમેદવારોનાં નામ અને ડિજિટલ ડેટા ચોરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા છે.
કદાચ ઇડીને આવું થશે એની કલ્પના નહોતી. ભાજપને પણ નહિ હોય. બાદમાં ઇડી સુપ્રીમ કોર્ટ પહોંચી. આરોપ એ છે કે મુખ્યમંત્રીએ દરોડાના સ્થળે આવીને તપાસમાં અવરોધ ઊભો કર્યો અને અધિકારીઓ પાસેથી મહત્ત્વના દસ્તાવેજો તથા લેપટોપ છીનવી લીધાં. એજન્સીએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે CBI તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે જો કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં રાજ્ય સરકારો આ રીતે હસ્તક્ષેપ કરશે, તો દેશમાં ‘અરાજકતા’ ફેલાઈ શકે છે. કોર્ટે હાલ પૂરતી બંગાળ પોલીસની ED અધિકારીઓ સામેની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે.
કોલસા કૌભાંડ સંદર્ભે ઇડીએ દરોડો પાડ્યો પણ મમતા પક્ષે કોર્ટમાં દલીલ થઇ કે, ૨૦૨૪ પછી ઇડીએ આ મુદે્ કોઈ તપાસ હાથ ધરી નથી અને એકાએક કેમ તપાસ શરૂ થઇ અને એય ચૂંટણી ટાણે. આ વાતમાં દમ છે. બીજી બાજુ, મમતા ખુદ આઈપેકની ઓફિસે દોડી જશે એવી કોઈની ગણતરી નહિ હોય. સાથે બંગાળના આઈજી હોય. આવી ઘટના ક્યારેય કોઈ રાજ્યમાં બની નથી. આ સ્થિતિ કોઈ પણ પ્રકારે શોભનીય નથી.
હવે કોર્ટમાં આ કેસ લાંબો સમય ચાલશે. પણ આ વિવાદની ચૂંટણીમાં કેવી અસર થશે એ મુદે્ અટકળો શરૂ થઇ ગઈ છે. ટીએમસી આ મુદ્દાને ‘બંગાળની અસ્મિતા’ અને ‘કેન્દ્ર દ્વારા પજવણી’ તરીકે રજૂ કરીને જનતા વચ્ચે લઇ જઈ રહી છે. તો ભાજપ અને અન્ય વિરોધ પક્ષોએ મમતા બેનર્જીના આ હસ્તક્ષેપ બાદ રાજ્યમાં બંધારણીય કટોકટી હોવાનું જણાવી ‘રાષ્ટ્રપતિ શાસન’ (કલમ ૩૫૬) લાદવાની માંગ પણ ઉચ્ચારી છે. ભાજપે અગાઉ પણ મમતાને ભીડવવાની કોશિશ કરી છે. પછી એ શારદા કૌભાંડ હોય કે મનરેગાનાં નાણાં ના ફાળવવાનો નિર્ણય હોય પણ ભાજપને ચૂંટણીમાં સફળતા મળી નથી. અલબત્ત ભાજપ અહીં બીજા નંબરનો પક્ષ છે.
એમ તો ભાજપે તૃણમૂલમાં તોડફોડ પણ કરી છે. ઘણા નેતાઓ ભાજપમાં સામેલ થયા છે અને એમાંના કેટલાક સામે અગાઉ ભ્રષ્ટાચારના આરોપો પણ હતા. નરેન્દ્ર મોદી અને ભાજપને મમતાએ ટક્કર આપી છે એવી કોઈ વિપક્ષે આપી નથી. મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ ફરી એક વાર ‘બંગાળની દીકરી’ અને ‘કેન્દ્ર વિરુદ્ધ બંગાળ’ના મુદ્દે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. એ એકલા હાથે ચૂંટણી લડે છે. લક્ષ્મી ભંડાર જેવી લોક કલ્યાણકારી યોજનાઓ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પજવણીનો મુદ્દો એમના પક્ષે છે.
ભાજપે ૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૬માં વધુ આક્રમક રણનીતિ અપનાવી છે. ભાજપ ભ્રષ્ટાચાર (શિક્ષક ભરતી કૌભાંડ, કોલસા કૌભાંડ) અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને મુખ્ય હથિયાર બનાવી રહી છે પણ લાગે છે કે, ભાજપે આનાથી પણ વધુ રણનીતિ અપનાવવી પડશે. એસઆઈઆરના કારણે કેટલાં મતદારોનાં નામ રદ થાય છે અને એની અસર કોને કેવી થાય છે એ પણ મહત્ત્વનું છે. બાકી ચૂંટણી નજીક આવે એટલે વિપક્ષ પર ઇડી સીબીઆઇનું દબાણ વધે છે એ સામાન્ય બની ગયું છે. અગાઉ ઝારખંડ, બિહાર અને અન્ય રાજ્યોમાં આવું બની ચૂક્યું છે.
આ ચૂંટણી મમતા વિરુદ્ધ ભાજપ છે. કોંગ્રેસ અને ડાબેરીઓ ત્રીજો મોરચો ખરો પણ એમનું બંગાળમાં ઉપજી રહ્યું નથી. મમતા કોંગ્રેસ સાથે સમજૂતી કરે એવી શક્યતા નથી. અલબત્ત છેલ્લી કેટલીક પેટા ચૂંટણીઓમાં ડાબેરી પક્ષોના મતોમાં વધારો જોવા મળ્યો છે, જે તૃણમૂલ માટે ચિંતાનો વિષય બની શકે છે. જો કે, મમતા બેનર્જીનો સૌથી મોટો આધાર મહિલાઓ છે. જો વિપક્ષ આ વોટ બેંકમાં ગાબડું પાડે તો પરિણામ બદલાઈ શકે છે.
ઉપરાંત બંગાળમાં આશરે ૩૦ ટકા લઘુમતી મતો છે, જે પરંપરાગત રીતે તૃણમૂલ તરફ જાય છે. ભાજપ તરફ એ વળે એવી શક્યતા દૂર દૂર સુધી નથી. જો ડાબેરીઓ એમાં કાપ મૂકે તો ટીએમસીને નુકસાન થઈ શકે અને હા, ચૂંટણી પહેલાં જો કોઈ મોટા નેતાની ધરપકડ થાય, તો સહાનુભૂતિ અથવા રોષની લહેર ઊભી થઈ શકે છે. મોદી સરકાર આવું પગલું તો નહિ લે, રાષ્ટ્રપતિ શાસન પણ શક્ય નથી એટલે ભાજપે ચૂંટણીમાં મમતાને માત કરવા કંઈ વિશેષ કરવું પડે એમ છે.
માયાવતીની જાહેરાત, બસપા બેઠો થઇ શકશે? બસપા સુપ્રીમો માયાવતીએ પોતાનો ૭૦મો જન્મદિવસ ‘જનકલ્યાણકારી દિવસ’ તરીકે ઉજવ્યો. આ પ્રસંગે તેમણે કરેલી જાહેરાતો અને લીધેલા નિર્ણયો આગામી ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે.જો કે, છેલ્લી ચૂંટણીઓમાં બસપાનો વોટ શેર સાવ તળિયે ગયો છે. આમ છતાં માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણીમાં બસપા કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.
તેમણે કહ્યું કે ગઠબંધનથી બીજી પાર્ટીઓને ફાયદો થાય છે પણ બસપાના મતો ટ્રાન્સફર થતા નથી.એમણે ફરી એક વાર ઈવીએમ પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે જો ચૂંટણી બેલેટ પેપરથી થાય તો બસપાના ‘અચ્છે દિન’ પાછા આવી શકે છે. જો કે એ શક્ય નથી. તેમણે પોતાના સંઘર્ષની ગાથા ‘મારા સંઘર્ષમય જીવન અને બસપા મુવમેન્ટની સફર’ (ભાગ-૨૧) પુસ્તકનું વિમોચન કર્યું, જે કાર્યકરો માટે માર્ગદર્શિકા ગણાય છે.
માયાવતીએ કાર્યકરોને ગામડે-ગામડે જઈને ‘બહુજન મિશન ૨૦૨૭’ અંતર્ગત લોકો સાથે જોડાવા આદેશ આપ્યો છે. ભત્રીજા આકાશ આનંદને ફરીથી જવાબદારીઓ સોંપી છે, જે યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દલિત મતોનું જે વિભાજન થયું હતું, તેને રોકીને ફરીથી એકજૂથ કરવા પર પક્ષ ભાર મૂકી રહ્યો છે. સપાની પીડીએ નીતિ પર પણ વાર કરવાની વાત કરી પણ બસપાનો માર્ગ મુશ્કેલ છે. માયાવતી સામે અનેક કેસ ચાલે છે. ચન્દ્રશેખર આઝાદ દલિત વોટમાં ભાગ પડાવે છે. ભાજપ પાસે માયાવતી સામે કાયદાકીય કાર્યવાહીનો વિકલ્પ રહે છે. આ સ્થિતિમાં બસપાની વાપસી શક્ય લાગતી નથી. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય તાપમાન ઊંચે ગયું છે. ખાસ કરીને ઇડી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનો સંઘર્ષ હવે રસ્તા પરથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે અને કોર્ટે કહ્યું છે કે, આ સ્થિતિની અવગણના થઇ ના શકે. કાયદો વ્યવસ્થાનો પણ સવાલ છે. હવે આ મુદે્ કાનૂની લડત તો ચાલુ જ રહેવાની પણ ચૂંટણીમાં આ મુદો બરાબર ઉછાળાશે. ભાજપે દેશમાં વ્યાપક સત્તા મેળવી છે. દક્ષિણનાં કેટલાંક રાજ્યો અને ખાસ કરીને પ. બંગાળમાં ભાજપ સત્તાથી દૂર રહ્યો છે અને ત્યાં મમતા બેનર્જીના પક્ષને માત કરવામાં નિષ્ફળ રહ્યો છે. ઘણા દાવપેચ પછી પણ મમતા પરાસ્ત થયાં નથી. આ ચૂંટણીમાં ભાજપ મમતાને પરાસ્ત કરી સત્તા મેળવવા માગે છે પણ એમાં સફળ થશે? આ પ્રશ્નનો જવાબ મળતો નથી.
તાજેતરમાં ઇડીએ કોલકાતામાં આઈપેક (I-PAC) (તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી રણનીતિ સંભાળતી સંસ્થા) ના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ૨,૭૪૨ કરોડ રૂપિયાના કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગના કેસમાં કરવામાં આવી હોવાનું ઇડીએ જણાવ્યું છે. દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી જાતે આઈપેકની ઓફિસ પહોંચ્યાં હતાં. તેમણે ઇડી પર ગંભીર આક્ષેપો કર્યા છે કે ઇડી ભાજપના ‘એજન્ટ’ તરીકે કામ કરી રહી છે અને ૨૦૨૬ની ચૂંટણી માટે ટીએમસીની ગુપ્ત રણનીતિ, ઉમેદવારોનાં નામ અને ડિજિટલ ડેટા ચોરવા માટે આ દરોડા પાડવામાં આવ્યા છે.
કદાચ ઇડીને આવું થશે એની કલ્પના નહોતી. ભાજપને પણ નહિ હોય. બાદમાં ઇડી સુપ્રીમ કોર્ટ પહોંચી. આરોપ એ છે કે મુખ્યમંત્રીએ દરોડાના સ્થળે આવીને તપાસમાં અવરોધ ઊભો કર્યો અને અધિકારીઓ પાસેથી મહત્ત્વના દસ્તાવેજો તથા લેપટોપ છીનવી લીધાં. એજન્સીએ આ ઘટનાની નિષ્પક્ષ તપાસ માટે CBI તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે જો કેન્દ્રીય એજન્સીઓની તપાસમાં રાજ્ય સરકારો આ રીતે હસ્તક્ષેપ કરશે, તો દેશમાં ‘અરાજકતા’ ફેલાઈ શકે છે. કોર્ટે હાલ પૂરતી બંગાળ પોલીસની ED અધિકારીઓ સામેની કાર્યવાહી પર સ્ટે મૂક્યો છે.
કોલસા કૌભાંડ સંદર્ભે ઇડીએ દરોડો પાડ્યો પણ મમતા પક્ષે કોર્ટમાં દલીલ થઇ કે, ૨૦૨૪ પછી ઇડીએ આ મુદે્ કોઈ તપાસ હાથ ધરી નથી અને એકાએક કેમ તપાસ શરૂ થઇ અને એય ચૂંટણી ટાણે. આ વાતમાં દમ છે. બીજી બાજુ, મમતા ખુદ આઈપેકની ઓફિસે દોડી જશે એવી કોઈની ગણતરી નહિ હોય. સાથે બંગાળના આઈજી હોય. આવી ઘટના ક્યારેય કોઈ રાજ્યમાં બની નથી. આ સ્થિતિ કોઈ પણ પ્રકારે શોભનીય નથી.
હવે કોર્ટમાં આ કેસ લાંબો સમય ચાલશે. પણ આ વિવાદની ચૂંટણીમાં કેવી અસર થશે એ મુદે્ અટકળો શરૂ થઇ ગઈ છે. ટીએમસી આ મુદ્દાને ‘બંગાળની અસ્મિતા’ અને ‘કેન્દ્ર દ્વારા પજવણી’ તરીકે રજૂ કરીને જનતા વચ્ચે લઇ જઈ રહી છે. તો ભાજપ અને અન્ય વિરોધ પક્ષોએ મમતા બેનર્જીના આ હસ્તક્ષેપ બાદ રાજ્યમાં બંધારણીય કટોકટી હોવાનું જણાવી ‘રાષ્ટ્રપતિ શાસન’ (કલમ ૩૫૬) લાદવાની માંગ પણ ઉચ્ચારી છે. ભાજપે અગાઉ પણ મમતાને ભીડવવાની કોશિશ કરી છે. પછી એ શારદા કૌભાંડ હોય કે મનરેગાનાં નાણાં ના ફાળવવાનો નિર્ણય હોય પણ ભાજપને ચૂંટણીમાં સફળતા મળી નથી. અલબત્ત ભાજપ અહીં બીજા નંબરનો પક્ષ છે.
એમ તો ભાજપે તૃણમૂલમાં તોડફોડ પણ કરી છે. ઘણા નેતાઓ ભાજપમાં સામેલ થયા છે અને એમાંના કેટલાક સામે અગાઉ ભ્રષ્ટાચારના આરોપો પણ હતા. નરેન્દ્ર મોદી અને ભાજપને મમતાએ ટક્કર આપી છે એવી કોઈ વિપક્ષે આપી નથી. મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ ફરી એક વાર ‘બંગાળની દીકરી’ અને ‘કેન્દ્ર વિરુદ્ધ બંગાળ’ના મુદ્દે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. એ એકલા હાથે ચૂંટણી લડે છે. લક્ષ્મી ભંડાર જેવી લોક કલ્યાણકારી યોજનાઓ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પજવણીનો મુદ્દો એમના પક્ષે છે.
ભાજપે ૨૦૨૧ની સરખામણીએ ૨૦૨૬માં વધુ આક્રમક રણનીતિ અપનાવી છે. ભાજપ ભ્રષ્ટાચાર (શિક્ષક ભરતી કૌભાંડ, કોલસા કૌભાંડ) અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને મુખ્ય હથિયાર બનાવી રહી છે પણ લાગે છે કે, ભાજપે આનાથી પણ વધુ રણનીતિ અપનાવવી પડશે. એસઆઈઆરના કારણે કેટલાં મતદારોનાં નામ રદ થાય છે અને એની અસર કોને કેવી થાય છે એ પણ મહત્ત્વનું છે. બાકી ચૂંટણી નજીક આવે એટલે વિપક્ષ પર ઇડી સીબીઆઇનું દબાણ વધે છે એ સામાન્ય બની ગયું છે. અગાઉ ઝારખંડ, બિહાર અને અન્ય રાજ્યોમાં આવું બની ચૂક્યું છે.
આ ચૂંટણી મમતા વિરુદ્ધ ભાજપ છે. કોંગ્રેસ અને ડાબેરીઓ ત્રીજો મોરચો ખરો પણ એમનું બંગાળમાં ઉપજી રહ્યું નથી. મમતા કોંગ્રેસ સાથે સમજૂતી કરે એવી શક્યતા નથી. અલબત્ત છેલ્લી કેટલીક પેટા ચૂંટણીઓમાં ડાબેરી પક્ષોના મતોમાં વધારો જોવા મળ્યો છે, જે તૃણમૂલ માટે ચિંતાનો વિષય બની શકે છે. જો કે, મમતા બેનર્જીનો સૌથી મોટો આધાર મહિલાઓ છે. જો વિપક્ષ આ વોટ બેંકમાં ગાબડું પાડે તો પરિણામ બદલાઈ શકે છે.
ઉપરાંત બંગાળમાં આશરે ૩૦ ટકા લઘુમતી મતો છે, જે પરંપરાગત રીતે તૃણમૂલ તરફ જાય છે. ભાજપ તરફ એ વળે એવી શક્યતા દૂર દૂર સુધી નથી. જો ડાબેરીઓ એમાં કાપ મૂકે તો ટીએમસીને નુકસાન થઈ શકે અને હા, ચૂંટણી પહેલાં જો કોઈ મોટા નેતાની ધરપકડ થાય, તો સહાનુભૂતિ અથવા રોષની લહેર ઊભી થઈ શકે છે. મોદી સરકાર આવું પગલું તો નહિ લે, રાષ્ટ્રપતિ શાસન પણ શક્ય નથી એટલે ભાજપે ચૂંટણીમાં મમતાને માત કરવા કંઈ વિશેષ કરવું પડે એમ છે.
માયાવતીની જાહેરાત, બસપા બેઠો થઇ શકશે?
બસપા સુપ્રીમો માયાવતીએ પોતાનો ૭૦મો જન્મદિવસ ‘જનકલ્યાણકારી દિવસ’ તરીકે ઉજવ્યો. આ પ્રસંગે તેમણે કરેલી જાહેરાતો અને લીધેલા નિર્ણયો આગામી ૨૦૨૭ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે.જો કે, છેલ્લી ચૂંટણીઓમાં બસપાનો વોટ શેર સાવ તળિયે ગયો છે. આમ છતાં માયાવતીએ સ્પષ્ટ કર્યું છે કે ૨૦૨૭ની યુપી વિધાનસભા ચૂંટણીમાં બસપા કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.
તેમણે કહ્યું કે ગઠબંધનથી બીજી પાર્ટીઓને ફાયદો થાય છે પણ બસપાના મતો ટ્રાન્સફર થતા નથી.એમણે ફરી એક વાર ઈવીએમ પર શંકા વ્યક્ત કરી અને કહ્યું કે જો ચૂંટણી બેલેટ પેપરથી થાય તો બસપાના ‘અચ્છે દિન’ પાછા આવી શકે છે. જો કે એ શક્ય નથી. તેમણે પોતાના સંઘર્ષની ગાથા ‘મારા સંઘર્ષમય જીવન અને બસપા મુવમેન્ટની સફર’ (ભાગ-૨૧) પુસ્તકનું વિમોચન કર્યું, જે કાર્યકરો માટે માર્ગદર્શિકા ગણાય છે.
માયાવતીએ કાર્યકરોને ગામડે-ગામડે જઈને ‘બહુજન મિશન ૨૦૨૭’ અંતર્ગત લોકો સાથે જોડાવા આદેશ આપ્યો છે. ભત્રીજા આકાશ આનંદને ફરીથી જવાબદારીઓ સોંપી છે, જે યુવા મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દલિત મતોનું જે વિભાજન થયું હતું, તેને રોકીને ફરીથી એકજૂથ કરવા પર પક્ષ ભાર મૂકી રહ્યો છે. સપાની પીડીએ નીતિ પર પણ વાર કરવાની વાત કરી પણ બસપાનો માર્ગ મુશ્કેલ છે. માયાવતી સામે અનેક કેસ ચાલે છે. ચન્દ્રશેખર આઝાદ દલિત વોટમાં ભાગ પડાવે છે. ભાજપ પાસે માયાવતી સામે કાયદાકીય કાર્યવાહીનો વિકલ્પ રહે છે. આ સ્થિતિમાં બસપાની વાપસી શક્ય લાગતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.