ગાંધીનગર: પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે પ્રદેશ મહામંત્રીઓને ચાર ઝોનમાં સંગઠનની જવાબદારી સોંપી છે. જેમાં પ્રશાંત કોરાટને દક્ષિણ ગુજરાત, અનિરૂદ્ધ દવેને સૌરાષ્ટ્રની, અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ગુજરાત ઝોનની તથા હિતેન્દ્રસિંહ ચોહાણને મધ્ય ગુજરાતની સંગઠનની જવાબદારી સોંપી છે. તાજેતરમાં પ્રદેશ ભાજપના નવા સંગઠનીય માળખાની જાહેરાત કરાઈ છે.