નવી દિલ્હી: છેલ્લા ઘણા દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે હતી કે પ્રશાંત કિશોર કોંગ્રસમાં જોડાઈ રહ્યા છે. પરંતુ હવે આ તમામ અટકળોની અંત આવી ગયો છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે નહીં, પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ વાતની પુષ્ટિ કરી છે. સુરજેવાલાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “પ્રશાંત કિશોર સાથેની રજૂઆત અને ચર્ચાઓ બાદ, કોંગ્રેસ અધ્યક્ષે એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024 ની રચના કરી છે અને તેમને નિર્ધારિત જવાબદારી સાથે જૂથના ભાગ રૂપે પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે. તેમણે ઇનકાર કર્યો છે. અમે તેમના પ્રયાસો અને આપેલા સૂચનોની પ્રશંસા કરીએ છીએ. પાર્ટી માટે.”
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાવા માટે ઉત્સુક હતા અને તેમણે કોઈપણ અપેક્ષા વિના આમ કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ કમિટી એવું પણ ઇચ્છતી હતી કે પ્રશાંત પોતાને અન્ય તમામ રાજકીય પક્ષોથી દૂર રાખે અને પોતાને સંપૂર્ણપણે કોંગ્રેસમાં સમર્પિત કરે. પ્રશાંત કિશોરે સૂચવ્યું હતું કે કોંગ્રેસ, મમતા બેનર્જીની TMC અને કેસીઆરની TRS જેવી પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું જોઈએ.
‘કોંગ્રેસને મારું નહીં પણ તેનું નેતૃત્વ સુધારવાની જરૂર છે’
છેલ્લા ઘણા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે, પરંતુ હવે તમામ અટકળોને ખોટી ઠેરવતા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવી દીધી છે. કોંગ્રેસની ઓફર નકારી કાઢ્યા પછી, પ્રશાંત કિશોરે ટ્વિટ કર્યું અને પછી તેને ડિલીટ કરી દીધું હતું. ત્યારબાદ તેણે ભાષા બદલી અને ફરી ટ્વીટ કર્યું જેમાં તેણે લખ્યું કે, હું કોંગ્રેસમાં નહીં જઈશ. કોંગ્રેસે પોતાનું નેતૃત્વ સુધારવું જોઈએ. કોંગ્રેસને તેના નેતૃત્વમાં સુધારાની જરૂર છે, મારા નહીં.
પ્રેઝન્ટેશન આપ્યા બાદ ઓફર નકારી
સોનિયા ગાંધીએ પ્રશાંતની રજૂઆત અને તેમના પક્ષમાં જોડાવા અંગે વિચારણા કરવા માટે કોંગ્રેસના નેતાઓની એક કમિટીની રચના કરી હતી. પ્રશાંત અંગે નિર્ણય લેવા માટે કમિટીના સભ્યો કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, અંબિકા સોની, રણદીપ સુરજેવાલા, જયરામ રમેશ અને પ્રિયંકા ગાંધી વાડ્રા 10 જનપથ ગયા હતા. આ કમિટીએ પાર્ટી અધ્યક્ષ સોનિયાને રિપોર્ટ સુપરત કર્યો હતો. PKએ કોંગ્રેસને 600 પાનાનું પ્રેઝન્ટેશન પણ આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે સત્તામાં પાછા ફરવા માટે પાર્ટીએ શું કરવું પડશે. જો કે કોંગ્રેસના ઘણા દિગ્ગજોને પહેલેથી જ પ્રશાંતના સુચનોથી અવગણના હતી. તેઓ ખુદ હૈદરાબાદમાં તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરના ઘરે 2 દિવસ રહ્યા હતા. આ પ્રેઝન્ટેશન આપ્યા બાદ તેઓએ પોતાનો નિર્ણય બદલ્યો હતો.