World

ઈરાનમાં સત્તાનો સંકટ

ટોચના નેતાઓની હત્યા પછી કોણ ચલાવશે દેશ? IRGC બની રહ્યું છે ‘સુપ્રીમ બોસ

અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે ઈરાનની રાજકીય અને સૈનિક વ્યવસ્થા ભારે સંકટમાં મુકાઈ ગઈ છે. દેશના સર્વોચ્ચ નેતા Ayatollah Ali Khameneiના મોત બાદ એક પછી એક ટોચના નેતાઓની હત્યાઓએ સત્તા પર મોટો પ્રશ્નચિહ્ન ઉભો કર્યો તાજેતરમાં Ali Larijani અને Gholamreza Soleimani જેવા પ્રભાવશાળી નેતાઓના મોતથી સ્થિતિ વધુ ગંભીર બની છે.
ઈરાને 9 માર્ચે Mojtaba Khameneiને નવા સુપ્રીમ લીડર તરીકે જાહેર કર્યો હતો, પરંતુ તેમની જાહેરમાં ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. યુદ્ધ જેવી સંજોગોમાં દેશનો વડા દેખાતો ન હોવા ને કારણે લોકો અને નિષ્ણાતોમાં અનિશ્ચિતતા વધી રહી છે.

આ દરમિયાન, ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં વધુ નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ઇઝરાયલના રક્ષા મંત્રી Israel Katzએ દાવો કર્યો કે ઈરાનના ઇન્ટેલિજન્સ મંત્રી Esmail Khatibને પણ નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા છે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હુમલાઓ હજુ બંધ થવાના નથી.

સૌથી શક્તિશાળી બનીને બહાર આવ્યું છે Islamic Revolutionary Guard Corps (IRGC). વર્ષોથી “રાજ્યમાં રાજ્ય” તરીકે ઓળખાતી આ સંસ્થા હવે સૈનિક અને રાજકીય નિર્ણયો પર સીધો કાબૂ મેળવી રહી છે. અહેવાલો મુજબ યુદ્ધની રણનીતિ અને મહત્વના નિર્ણયોમાં IRGC મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. આગળ કોણ નેતૃત્વ સંભાળશે તે અંગે ચર્ચા તેજ બની છે.

Sadeq Larijaniનું નામ આગળ આવી રહ્યું છે, જ્યારે સંસદ અધ્યક્ષ Mohammad Bagher Ghalibaf પણ મહત્વના દાવેદાર માનવામાં આવે છે. ઈરાન હાલમાં એક એવા વળાંક પર છે જ્યાં સત્તા, યુદ્ધ અને રાજકીય અસ્થિરતા એક સાથે ટકરાઈ રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું IRGC દેશને સંભાળશે કે કોઈ નવો નેતા ઉદય પામશે?

Most Popular

To Top