નવી દિલ્હી: પોસ્ટ ઓફિસ (post office) ગ્રામ સુરક્ષા યોજના (gram suraksha scheme)એ રોકાણની એક એવી યોજના છે જેમાં ઓછા જોખમની સામે ખુબ જ સારું રિટર્ન (return) મેળવી શકાય છે. 19 થી 55 વર્ષની વયના તમામ લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે, જેની વીમા રકમ 10,000 રૂપિયાથી લઇ 10 લાખ રૂપિયા સુધીની હોય છે.
બંધ પોલીસી પણ શરૂ થઈ શકે છે: આ યોજનામાં વીમાનું પ્રીમિયમ (premium) માસિક, 3 માસ, અને 6 માસિક આધાર પર જમા થઈ શકે છે, પોલિસી (Policy)નો સમય ચૂક થઇ જવામા પણ ફરી પ્રીમિયમ જમા કરાવીને પોલિસીને પુનઃપ્રસ્થપિત કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે ગ્રાહકો માટે પ્રીમિયમ ચૂકવણી 30 દિવસની છૂટનો સમય છે. ગ્રામ સુરક્ષા યોજના બોનસ (bonus) સાથે રકમ આપવાનું પણ આશ્વાસન આપે છે સાથે જ જો તે 80 વર્ષ સુધીની ઉંમર પછી મૃત્યુની સ્થિતિ (જો પહેલા પણ હોય) માં કાયદેસર ઉત્તરાધિકારી/નામાંકિત (nominee) વ્યક્તિને જરૂરિયાત સમયે ચોક્કસપણે મળી શકે છે. ગ્રાહક 3 વર્ષ પછી પોલીસી બંધ કરી શકે છે, પણ તેનાથી તે ઉપરોક્ત તમામ લાભથી વન્ચિત રહી શકે છે.
તમામ પ્રીમિયમ સહિત વીમો પૂર્ણ કરતા આટલી રકમ મળશે
19 વર્ષની ઉંમર 10 લાખમાં પોલીસી ખરીદવામાં આવે છે તો તે 55 વર્ષ માટે પ્રીમિયમ 1515 રૂપિયા, 58 વર્ષ માટે 1,463 રૂપિયા અને 60 વર્ષ માટે 1,411 રૂપિયા હશે. પોલીસી ખરીદદાર 55 વર્ષમાં 31.60 લાખ, 58 વર્ષમાં 33.40 લાખ અને 60 વર્ષ માટે 34.60 લાખ રૂપિયા મેળવે છે. એટલે કે રોજમાં 47 રૂપીયા જમા કરવા પર માતબર 35 લાખ રૂપિયાનો લાભ મેળવી શકાય છે.
લોન લેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે
આ વીમા યોજનામાં પોલીસી ખરીદીને 4 વર્ષ બાદ ગ્રાહકોને લોન લેવાની સુવિધા મળે છે. સાથે જ પોસ્ટ ઓફિસ ગ્રાહકોને બોનસ પણ આપે છે. જેમાં તાજું ઉદાહરણ છે કે છેલ્લા વર્ષમાં દર 1000 રૂપિયા પર 65 રુપિયા બોનસ આપવામાં આવ્યું હતું. સાથે જ આ સ્કીમની એક ખાસિયત એ પણ કહી શકાય કે દર ખાનગી કંપનીમાં વીમા ધારકને કંપની બંધ થવા પર નુક્શનનું પણ જોખમ હોય છે, ત્યારે અહીં સરકારી અભિગમ લાગુ પડવાથી આ ભયથી પણ મુક્તિ મળે છે.
નામાંકિત વ્યક્તિનું નામ અથવા અન્ય વિગતો જેમ કે ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરમાં કોઇપણ નવો અપડેટ કેસ, અન્ય પ્રશ્નો માટે, ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800 180 5232/155232 અથવા વેબસાઇટ http://www.postallifeinsurance.gov.in પર કોઈ પણ સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકાય છે.