સુમુલના દૂધમાં વધુ એક રૂપિયો વધવાની શક્યતા, જાણો કારણ

સુરત: ઘાસચારા, ખાણ- દાણ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને મજૂરીનો દર વધતા હજારો પશુપાલકોને રાહત આપવા સુમુલે પ્રતિ કિલો ફેટ દીઠ 10 નો ભાવ વધારો કર્યો છે. 1 માર્ચે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને દૂધની ખરીદીના ભાવમાં પ્રતિ કિલોફેટે 20 રૂપિયાનો ભાવ વધારો આપ્યા પછી આજે સુમુલના ચેરમેન માનસિંહ પટેલે 1 એપ્રિલથી લાગુ થાય એ રીતે 10 રૂપિયાનો બીજો ભાવ વધારો જાહેર કર્યો છે. માર્ચ મહિનામાં બીજી વખતનો વધારો કરવામાં આવ્યો છે. સુમુલના આ નિર્ણયથી સુરત-તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને લાભ થશે.

  • 2.50 લાખ પશુપાલકોને રાહત આપવા સુમુલે દૂધમાં પ્રતિ કિલો ફેટ ઉપર 10 રૂપિયા વધાર્યા
  • ઘાસચારા, દાણ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને મજૂરીનો દર વધતા ભાવ વધારો આપ્યો : માનસિંહ
  • ગરીબ આદિવાસી પશુપાલકોના હિત માટે સામાન્ય ભાવ વધારો સ્વીકારવો પડશે : માનસિંહ

ભેંસના દૂધનો ભાવ 1 એપ્રિલથી 725 રૂપિયા
ભેંસના દૂધનો કિલોફેટનો ભાવ 715 રૂપિયા હતો જે 1 એપ્રિલથી 725 રૂપિયા થશે. જ્યારે ગાયના દૂધનો ભાવ 700 રૂપિયા હતો એના હવે 710 રૂપિયા થશે. આ વધારો એક એપ્રિલથી લાગુ થશે. સુમુલના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું હતું કે ઘાસચારા, ખાણ- દાણ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને મજૂરીનો દર વધતા હજારો પશુપાલકોને રાહત આપવા સુમુલે પ્રતિ કિલો ફેટ દીઠ 10 નો ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. પશુપાલકોને રાહત આપવા અને આ કઠિન વ્યવસાયમાં ટકાવી રાખવા આ વ્યાજબી ભાવ વધારો આપવામાં આવ્યો છે.

ભાવ વધારાની અસર સુરતની 60 લાખની પ્રજાને પડશે
આ પહેલા 1 માર્ચથી સુમુલ ડેરીએ સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને રાહત આપવા કિલો ફેટ દૂધના ભાવમાં 20 રૂપિયાનો વધારો કર્યો હતો. જો કે આ ભાવ વધારાનું વહન સુરત શહેરની 60 લાખની પ્રજાએ કરવું પડશે. પશુપાલકોને કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો આપતા લીટર દૂધે એક રૂપિયા ભાવ વધી શકે છે. 1 માર્ચે પશુપાલકોના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી સુમુલને રોજ 30 લાખ રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યાં છે. એમાં બીજા 15 કરોડનો વધારો થશે.

દેશમાં દૂધના સૌથી વધારે ભાવ સુમુલ ડેરી આપી રહી છે
સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ.એન.પટેલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરના ઉદાર નાગરિકોએ છેવાડાના ગરીબ આદિવાસી પશુપાલકોના હિત માટે લિટરે સામાન્ય ભાવ વધારો સ્વીકારવો પડશે. સંઘના નિયામક મંડળની દીર્ઘદ્રષ્ટિથી તથા કુનેહયુક્ત કરકસરપૂર્વકના અને પારદર્શક વહીવટ દ્વારા આજે પણ દેશમાં દૂધના સૌથી વધારે ભાવ પશુપાલકોને સુમુલ ડેરી આપી રહી છે.

Most Popular

To Top