દોહા : પોર્ટુગલના (Portugal) સ્ટાર ફોરવર્ડ અને વર્તમાન કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) સાથે નસીબ રમત રમી રહ્યું છે. માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે વિવાદ થયા પછી તેમાંથી બહાર થયાના લગભગ બે અઠવાડિયા પછી રોનાલ્ડોને તેની પોતાના દેશની ટીમની પ્રારંભિક ઇલેવનમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. લુસેલ સ્ટેડિયમ ખાતે સ્વિત્ઝર્લેન્ડ સામે રાઉન્ડ ઓફ 16 મેચ માટેની પ્રારંભિક લાઇનઅપમાં તેનું નામ નહોતું અને તેના સ્થાને ગોન્ઝાલો રામોસને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.
- રોનાલ્ડો પોર્ટુગલ માટે 31 મેચ રમ્યો છે જોકે રસપ્રદ વાત એ છે કે તે યુરો કપની એ મેચ પણ સ્વિસ ટીમ સામે જ હતી
- મેચ પહેલા ટીમના કોચ ફર્નાન્ડો સેન્ડોસ અને રોનાલ્ડો વચ્ચે સબસ્ટીટ્યૂટ બાબતે વિવાદ થયો હતો
2008ની યુરોપીયન ચેમ્પિયનશીપ પછી પહેલીવાર કોઈ મોટી ટુર્નામેન્ટમાં રોનાલ્ડોને તેની રાષ્ટ્રીય ટીમ માટે પ્રારંભિક ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તે પછી રોનાલ્ડો પોર્ટુગલ માટે 31 મેચ રમ્યો છે. રસપ્રદ વાત એ છે કે તે યુરો કપની એ મેચ પણ સ્વિસ ટીમ સામે જ હતી. આ મેચ પહેલા ટીમના કોચ ફર્નાન્ડો સેન્ડોસ અને રોનાલ્ડો વચ્ચે સબસ્ટીટ્યૂટ બાબતે વિવાદ થયો હતો. સાઉથ કોરિયા સામેની છેલ્લી મેચમાં અંતિમ મિનીટોમા રોનાલ્ડોને સબસ્ટીટ્યૂટ કરાયો તેનાથી રોનાલ્ડો ખુશ નહોતો અને તેણે કોચ સમક્ષ નારાજગી પણ વ્યક્ત કરી હતી
રોનાલ્ડોએ 2003માં પોર્ટુગલની ટીમમાં ડેબ્યુ કર્યું ત્યારે રામોસ માત્ર 2 વર્ષનો હતો
ફિફા વર્લ્ડકપની મંગળવારે મોડી રાત્રે રમાયેલી પોર્ટુગલ અને સ્વિટ્ઝરલેન્ડ વચ્ચેની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડોના સ્થાને અંતિમ ઇલેવનમાં સમાવાયેલા ગોન્ઝાલો રામોસે પોતાની રમત દરમિયાન રોનાલ્ડોની ઝલક બતાવી હતી. એ ઉલ્લેખનીય છે કે રોનાલ્ડોએ 2003માં પોર્ટુગલ વતી ઇન્ટરનેશનલ ફૂટબોલમાં ડેબ્યૂ કર્યું હતું ત્યારે રામોસ માત્ર 2 વર્ષનો હતો. ગયા મહિને પોર્ટુગલ તરફથી ડેબ્યૂ કરનાર 21 વર્ષીય રામોસે આ મેચમાં હેટ્રિક ફટકારીને ટીમની જીતમાં હીરો બનીને ઊભર્યો હતો.