National

‘કેજરીવાલ મસાજ સેન્ટર’, દિલ્હીમાં ભાજપે કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: દિલ્હી (Delhi)ની તિહાર જેલ(Tihar Jail)માં બંધ આમ આદમી પાર્ટી(AAP)ના મંત્રી સત્યેન્દ્ર જૈનને(Satyendra Jain) VIP ટ્રીટમેન્ટને લઈને રાજકારણ ગરમાયું છે. હવે આ મામલે કેજરીવાલ(Kejriwal) સરકારને ભાજપે(BJP) ઘેરી છે અને તેઓ વિરુદ્ધ સમગ્ર દિલ્હીમાં પોસ્ટર(Poster) વોર શરુ કર્યું છે. બીજેપી નેતા તેજિન્દર પાલ સિંહ બગ્ગાએ દિલ્હીમાં ઘણી જગ્યાએ ‘કેજરીવાલ મસાજ સેન્ટર’ના પોસ્ટર લગાવ્યા છે. જેના કારણે રાજકારણ ગરમાયું છે. ED દ્વારા સત્યેન્દ્ર જૈન પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓ તિહાર જેલમાં રહીને જેલ અધિકારીઓ સાથે મળીને સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે.

કેજરીવાલના પોસ્ટર પર શું લખ્યું હતું
બીજેપી નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાએ પોસ્ટર લગાવીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેર્યા છે. બગ્ગાએ કેજરીવાલ મસાજ સેન્ટરના પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં કેજરીવાલનો ફોટો એડિટ કરીને મસાજ કરવામાં આવ્યો છે. પોસ્ટર પર લખ્યું છે કે, “તિહાર જેલની તર્જ પર આખી દિલ્હીમાં કેજરીવાલ મસાજ સેન્ટર બનાવવામાં આવશે” તેમજ પોસ્ટર પર લખ્યું છે, “દિલ્હી સરકાર પાપ કી સરકાર.”

“સામાન્ય દિલ્હીવાસીઓને પણ મળે છે વિશેષ સુવિધાઓ”
બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ આ અંગે ટ્વીટ કર્યું અને લખ્યું, “કેજરીવાલ મસાજ સેન્ટર”નું વચન આપતા પોસ્ટર સમગ્ર દિલ્હીમાં દેખાયા. જો AAPના જેલ મંત્રી સત્યેન્દ્ર જૈનને તિહારમાં આવી વિશેષ સુવિધાઓ મળી શકે તો કેજરીવાલે સામાન્ય દિલ્હીવાસીઓને સેવાઓ કેમ ન આપવી જોઈએ?”

સત્યેન્દ્ર જૈન જેલમાં મસાજ કરાવી રહ્યા છે
તમને જણાવી દઈએ કે EDએ કોર્ટમાં ફરિયાદ આપી હતી કે સત્યેન્દ્ર જૈન જેલના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એટલું જ નહીં, ઈડીએ સત્યેન્દ્ર જૈનને આપવામાં આવતી વિશેષ સુવિધાઓના સીસીટીવી ફૂટેજ પણ કોર્ટને આપ્યા હતા. EDએ ફરિયાદમાં કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનને જેલમાં હેડ મસાજ, પગની મસાજ અને પીઠની મસાજ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવે છે. આટલું જ નહીં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જણાવ્યા અનુસાર, જેલ અધિક્ષક દરરોજ સત્યેન્દ્ર જૈનને મળે છે જેથી મંત્રીને જેલના સળિયા પાછળ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. EDએ ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈન જેલ મેન્યુઅલ વિરુદ્ધ સેલમાં વારંવાર તેમની મુલાકાત લે છે.

Most Popular

To Top