સુરત: પાંડેસરામાં મહિલાઓ (Woman) પર હુમલાનો (Attack) કેસમાં ઇજાગ્રસ્ત યુવતીએ પોલીસ કમિશનર કચેરીમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો (Suicide) પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઇ હતી. બુધવારના રોજ પાંડેસરા તેરે નામ ચોકડી નજીક મહિલાઓને મારતો વિડીયો (Video) વાયરલ થયો હતો. પાંડેસરા પોલીસે (Police) વાયરલ વિડીયો બાદ કાર્યવાહી કરી હુમલાખોર યુવકો સામે ફરિયાદ નોંધી સરઘસ કાઢયુ હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યું હતું કે, પાંડેસરા મામલો બે પક્ષકારો વચ્ચેનો છે. હવે એક પક્ષકાર પોલીસ પર આરોપ લગાવી દબાણમાં લાવવા માટે નાટક કરતી હોય એમ લાગે છે. બે પૈકી એક યુવતીએ આજે પોલીસ કમિશનર કચેરીએ જવલનશીલ પ્રવાહી છાંટી આપઘાત નો પ્રયાસ કર્યો છે. યુવતીનું નામ અનિતા સોલંકી છે. અનિતાને 108માં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, અનિતા ગંભીર આક્ષેપ કરી રહી છે. પોલીસ દ્વારા અમારા પર મારામારી નો ખોટો કેસ બનાવવામાં આવ્યો છે. મારા ભાઈને પણ ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે. કેસ રફેદફે કરવા પોલીસ ચારથી પાંચ લાખની માંગણી કરી રહી છે. પોલીસ કર્મી ખોટો કેસ કરી અભદ્ર ભાષામાં ગાળો ભાંડી રહ્યા છે. સામાવાળા નંદન પાસેથી પોલીસે બે લાખ રૂપિયા પડાવ્યા છે. આવા અનેક ગંભીર આક્ષેપ કરી પોલીસ ને બદનામ કરી ધાર્યું કરાવવા ના પ્રયાસ ચાલી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક પોલીસ રજુઆત ન સાંભળતી હોવાના આરોપ સાથે અનિતા પોલીસ કમિશનર પહોંચી હતી. જ્યાં કચેરીમાં અનિતાએ આપઘાતનો પ્રયાસ કરતા એને સિવિલમાં લવાય છે. જ્યા અનિતા કહે છે પોલીસનું અસભ્ય વર્તન જોઈ હવે મારે નથી જીવવું બસ આટલું કહી પોલીસ પર ગંભીર આરોપ લગાડી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે હવે તપાસનો વિષય બની ગયો છે.