National

ઈંદિરા ગાંધીની જેમ અમિત શાહ જો અમને દબાવશે તો ચૂકાવવી પડશે કિંમત: ખાલિસ્તાની નેતાની ખુલ્લી ધમકી

અમૃતસર: પંજાબના (Punjab) અમૃતસરના (Amritsar) અજનાલામાં હજારો ખાલિસ્તાની (Khalistani Protest) સમર્થકોએ તલવાર, બંદૂક લઈ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. ખાલિસ્તાની સમર્થક સંગઠન વારિસ પંજાબ દે ના પ્રમુખ અમૃતપાલ સિંહના સાથી તુફાન સિંહની ધરપકડના વિરોધમાં હજારો ખાલિસ્તાની સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ લોકો પાસે બંદૂક, તલવાર અને લાકડી જેવા હથિયારો હતા. પોલીસે તોફાનીઓને રોકવા બેરિકેટ લગાવ્યા તે પણ તોડી નાંખ્યા હતા અને પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ગયા હતા. પોલીસ કર્મીઓ પર હુમલો કર્યો હતો અને પોલીસ સ્ટેશન પર કબ્જો જમાવી લીધો હતો. મોટી સંખ્યામાં તોફાનીઓ જોઈ પોલીસ પણ ભાગતા નજરે પડ્યા હતા.

અમૃતપાલે ઘમકી આપતા કહ્યું કે અમિત શાહ તેમની ઈચ્છા પૂરી કરશે અને તેનું પરિણામ જોશે
અમૃતપાલે મોગા જિલ્લાના બુધસિંહ વાલા ગામમાં કહ્યું હતું કે ઈન્દિરાએ પણ અમને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, શું થયું? હવે અમિત શાહ તેમની ઈચ્છા પૂરી કરશે અને તેનું પરિણામ જોશે. અમૃતપાલે કહ્યું હતું કે અમિત શાહને કહો કે પંજાબનું દરેક બાળક ખાલિસ્તાનની વાત કરે છે. ઈન્દિરા ગાંધીએ પણ અમને દબાવવાના પ્રયાસ કર્યા હતા પણ તેનું શું પરિણામ આવ્યું તે બધા જાણે છે. અમિત શાહે પણ તેમની ઈચ્છા પૂરી કરવી જોઈએ. અમે અમારું શાસન માગીએ છીએ, બીજાનું નહીં. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહમંત્રી અમિત શાહે ખાલિસ્તાન સમર્થકોને ખતમ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર પંજાબમાં ખાલિસ્તાન સમર્થકો પર નજર રાખી રહી છે.

અમૃતપાલે પોતાના બયાન પરથી યુ ટર્ન મારી દીધો
જાણકારી મુજબ વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ તેમજ ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે ગૃહમંત્રી અમિત શાહને ખુલ્લેઆમ ઘમકી આપી છે કે તેઓ આ આંદોલન રોકવાના પ્રયાસ ન કરે. ઉપરાંત આ માટે તેણે ઈંદિરા ગાંઘીનું ઉદાહરણ પણ આપ્યું તેણે કહ્યું કે અગાઉ જયારે ઈદિરા ગાંધીએ આંદોલન રોકવાના પ્રયાસ કર્યા હતા ત્યારે તેમની શું હાલત થઈ હતી તે તેમને ખબર જ છે. આવો જ હાલ અમિત શાહનો પણ કરવામાં આવશે. જો કે પોતાના આ બયાન પરથી અમૃતપાલે યુ ટર્ન મારી દીધો હતો તેણે કહ્યું કે હું એ અમિત શાહને ધમકી આપી નથી. એજન્સીઓ મારું મર્ડર કરવા માગે છે.

તે જ સમયે અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકો આજે અમૃતસરમાં પોલીસ સાથે ઘર્ષણમાં પડ્યા જ્યારે તેઓ અપહરણના કેસમાં ધરપકડ કરાયેલા અમૃતપાલના નજીકના સાથી લવપ્રીત તુફાનીને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા. જણાવી દઈએ કે વારિસ પંજાબ દે એ કટ્ટરપંથીઓની સંસ્થા છે જેની સ્થાપના કાર્યકર્તા દીપ સિદ્ધુ દ્વારા કરવામાં આવી હતી, જેનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

Most Popular

To Top