અમદાવાદ: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમ્યાન ધોરણ-10 અને 12ની પરીક્ષા લેવાનાર છે, ત્યારે આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસ 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ સેન્ટર માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ 1 કિલોમીટરના વિસ્તારમાં લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવામા આવ્યો છે.
હથિયાર સાથે પ્રવેશ પર પ્રતિબંધનો આ આદેશ 26મી ફેબ્રુઆરી 2026થી 18મી માર્ચ 2026 સુધી પરીક્ષાના દિવસોમાં સવારે 8:00થી રાત્રે 8:00 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
- પરીક્ષા કેન્દ્રથી 100 મીટર વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ
- પરીક્ષા સમય દરમિયાન ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ, લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ, મોબાઇલ તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ (સક્ષમ અધિકારી સિવાય)
- બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ, ગેરરીતિ માટેના સાધનો કે અનધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર પ્રતિબંધ, જાહેર વાહનવ્યવહાર અવરોધાય તે રીતે પાર્કિંગ પર પ્રતિબંધ