સુરત : શહેર પોલીસની (Police) ટીમો અને બ્રાંચો ચૂંટણી (Election) પહેલા વોન્ટેડ (Wanted) આરોપીઓને તથા અનૈતિક સંબંધો સાથે સંકળાયેલા લોકોને પકડવા દોડી રહી છે. ત્યારે અલથાણમાં કપલ બોક્ષ અને વેસુમાં (Vesu) સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર એએચટીયુ ટીમે રેઈડ કરી કાર્યવાહી કરી હતી.
એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમને વેસુ વીઆઈપી પ્લાઝાની બાજુમાં સેરોટન લક્ઝૂરીયસ એપાર્ટમેન્ટની સામે આસ્થા કોર્પોરેટ કેપિટલ નામની બિલ્ડીંગના દેશી ચાઇ ઠેકાની ઉપર ગ્રાઉંડ ફ્લોર જી/૧૪ નામ વગરની દુકાનમાં કપલ બોક્ષ ચાલતા હોવાની અને તેમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેડ પાડી, પોલીસે કપલ બોક્ષમાં હાજર સંચાલક રાકેશ રમેશ રાઠોડ (રહે. યુ.જી.૧૦ ન્યુ ફાઉંડ પ્લાજા પીપરડી સ્ટ્રીટ સલાબતપુરા), રાજકુમાર શિવબરણ ગૌતમ (રહે. આસ્થા કોર્પોરેટ કેપિટલ નામની બિલ્ડીંગના ગ્રાઉંડ ફ્લોર જી/૧૪ નામ વગરના કપલ બોક્ષ સેરોટન લબ્ઝરીયસ એપાર્ટમેંન્ટ સામે વેસુ) ને ઝડપી પાડ્યા હતા. તેઓ વગર લાઈસન્સે કપલ બોક્ષ ચલાવતા હતા. કપલબોક્ષ કોઇપણ પ્રકારનું રજીસ્ટર તેમજ સીસીટીવી કેમરા પણ લગાવ્યા નહોતા.
વેસુમાં લકી ફેમિલી સ્પામાં રેઈડ કરતા કુટણખાનુ ઝડપાયુ
આ ટીમને વેસુ ખાતે આભવા રોડ પાસે આવેલી નંદણી-૧ એપાર્ટમેન્ટની બાજુમા વેસ્ટ ફિલ્ડ કોમ્પ્લેક્ષના બીજા માળે દુકાન નં.એમ-૪ લકી ફેમિલી સ્પાના નામે કુટણખાનુ ચાલતુ હોવાની બાતમી મળી હતી. આ સ્પાની માલિક મીનાબેન શંકરસિંહ રાજપુત તેમજ એમ-૦૧ ફિલ ફેમિલી સ્પાના માલિક અંકીતસિંહ રાજપુત દુકાન ભાડેથી રાખી, મસાજના નામે લલનાઓ રાખી, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ, શરીર સુખ માણવાની સવલતો પુરી પાડતા હતા. આ જગ્યા પર રેઈડ પાડતા એમ-૦૧ ફિલ ફેમિલીના સંચાલક શરૂતીદેવી ઉર્ફે મુસ્કાન શશીભુશન ચૌધરી (ઉ.વ.૨૪. રહે. કૈલાશ ચોકડી શની દેવના મંદિર પાસે રૂમ નં.૧૨ ગુ.હા.પાંડેસરા), એમ -૦૧ ફિલ ફેમિલીના કર્મચારી સંતોષ તારક ઘોષ (ઉ.વ.૩૨, રહે. વિનાયકનગર, પાંડેસરા), એમ-૪ લકી સ્પાના માલિક મીનાબેન શંકરસિંહ રાજપુત (ઉ.વ.૩૮, રહે. અંજની નંદન રો-હાઉસ, ભેસ્તાન આવાસ), એમ-૪ લકી સ્પામાં મળી આવેલા 4 ગ્રાહકો સિકંદર પ્રસાદ રામ ચંદ્ર પ્રસાદ કુશવાહા (ઉ.વ.૪૦, રહે. કર્મયોગી વિભાગ-૦૨ પોલીસ કોલોની પાસે પાંડેસરા) મળી આવ્યા હતા. કુલ રોક્ડા 7 હજાર રૂપિયા, 4 મોબાઈલ, મળી કુલ 44 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો. તેમજ મળી આવેલી 9 લલનાઓને પકડવામાં આવી હતી.