Entertainment

યુ-ટ્યુબર નમરા કાદિરની ધરપકડ: બિઝનેસ મેનને આ રીતે ફસાવ્યો હની ટ્રેપમાં

નવી દિલ્હી: માણસને એકવાર સકસેસ મળી જાય ત્યાર પછી ધણીવાર તેને સમજ પડતી નથી કે તેણે શું કરવું. ઘણીવાર તે ભટકાઈ જાય છે. આવો જ એક કિસ્સો એક ફેમસ યુટ્યુબરનો (You Tuber) સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ગુરુગ્રામ પોલીસે (Police) જાણીતી યુટ્યુબર નમરા કાદિરની ધરપકડ (Arrest) કરી છે. મળતી માહિતી મુજબ નમરાનાએ તેના પતિ સાથે મળીને એક બિઝનેસમેનને ફસાવી તેની પાસેથી 80 લાખ રુપિયા પડાવી તેને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. જણાવી દઈએ કે નમરાના લગ્ન થઈ ગયા છે તેમજ તે એક પુત્રની માતા છે. આ ઉપરાંત તે જાણીતી યુટ્યુબર છે કે જેનાં 6 લાખથી પણ વધુ ફોલોર્સ છે. આ ઉપરાંત તે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ખૂબ એક્ટિવ છે.

આ ધટના પછી 24 નવેમ્બરે પીડિત બિઝનેસમેને સેક્ટર 50માં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે નમરાની ધરપકડ કરી હતી. ફરિયાદમાં બિઝનેસમેને જણાવ્યું હતું કે તે કોઈ કામ અર્થે નમરાને મળ્યો હતો કે જે યુટ્યુબર છે. નમરાએ મારો પરિચય વિરાટ બૈનીવાલ સાથે કરાવ્યો જેઓ પણ યુટ્યુબર છે. તેણે મારી સાથે કામ કરવાની હા પાડી તેમજ બે લાખ રૂપિયા એડવાન્સમાં માગ્યા હતાં. જે હું એ તેને તરત જ આપી દીધા હતાં. થોડા સમય પછી જ્યારે કામ કરવાનું શરૂ થયું એડ કરવાનું નકકી કર્યું ત્યારે ફરી તેણે મારી પાસે 50000ની માગણી કરી હતી જે હું એ તેને ટ્રાન્સફર કરી આપ્યા હતાં.

બિઝનેસમેને જણાવ્યું હતું કે નમરાએ લગ્નના બહાને અને મને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યા બાદ મારું કામ કર્યું ન હતું. આ ઉપરાંત તેણે કહ્યું કે કામ તો માત્ર એક બહાનું હતું, તે મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. તે તેની બહેનના લગ્ન પછી મને મારા પૈસા પરત કરશે. જો કે હું પણ તેણીને પસંદ કરવા લાગ્યો અને અમે સાથે ફરવા લાગ્યા. તેનો પતિ વિરાટ પણ હંમેશા અમારી સાથે રહેતો.

એક દિવસ અમે ક્લબમાં પાર્ટી કરવા ગયા ત્યારે નમરા અને વિરાટે મને જબરદસ્તીથી દારૂ પીવડાવ્યો હતો. ભાન ન હોવાના કારણે અમે ત્રણેએ હોટેલમાં રૂમ બુક કર્યો અને ત્યાં જ સૂઈ ગયા. સવારે ઉઠીને નમરાએ મારી પાસે મારો કાર્ડ માગ્યો અને મને બ્લેકમેઈલ કરવા લાગી હતી. તેણીએ કહ્યું જો હું કાર્ડ નહિ આપું તો તો તે મારી વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કરશે. આ ધમકીના કારણે હું ડરી ગયો અને તેને વિનંતી કરી કે આપણે મિત્રો છીએ અને મેં કંઈ ખોટું કર્યું નથી, તેથી તેણે આવું ન કરવું જોઈએ. તેમ છતાં ધમકી આપીને તેણે મારી પાસેથી 80 લાખ રૂપિયા પડાવી લીધા હતાં

Most Popular

To Top