પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું (PM Narendra Modi) ટ્વિટર એકાઉન્ટ હેક (Hack) થયાના સમાચાર (News) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ શનિવારની (Saturday) રાત્રે હેકર્સ દ્વારા હેક કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ત્રણ મિનિટમાં બે ટ્વિટ કરાય હતી. જેના કારણે સરકારી વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ ટ્વિટ મોડી રાત્રે 2:11 થી 2:15 વાગ્યાની વચ્ચે કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓ તપાસ હેઠળ કામે લાગી ગઈ છે. આ સાથે પીએમઓ ઓફિસ પણ આ બાબતને લઈ ગંભીરતાથી પગલા કઈ રહી છે. એકાઉન્ટ હેક અંગેની માહિતી પીએમઓ એટલે કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર અકાઉન્ટ હેક કરી બિટકોઈન (Bitcoin) અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ @narendramodi પરથી રાત્રે 2:11 વાગ્યે ટ્વિટ કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો. ભારતે સત્તાવાર રીતે બીટકોઈનને કાયદેસર બનાવ્યું છે અને સરકાર 500 બિટકોઈન ખરીદીને લોકોમાં તેનું વિતરણ કરી રહી છે.’ બે મિનિટ પછી આ ટ્વીટ ડિલીટ કરવામાં આવ્યું હતું. બીજી ટ્વિટ રાત્રે 2.14 વાગ્યે કરવામાં આવી હતી. જો કે બંનેમાં એક જ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હેકિંગ અંગે માહિતી મળતાં તાત્કાલીક સાયબર વિભાગે પ્રધાનમંત્રીનું એકાઉન્ટ સુરક્ષિત કરી દીધું હતું. બિટકોઈન અંગે કરાયેલું ટ્વીટ પણ પીએમઓના હેન્ડલ પરથી દૂર કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા યુઝર્સે તેને આ હેકિંગને ‘બિટકોઈન માફિયા’નું કામ ગણાવ્યું હતું. લોકોને ભય હતો કે આ ઘટના બાદ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લાદવામાં આવશે. માહિતી મળ્યાં અનુસાર, સરકારે તપાસ અર્થે વિશેષ ટીમની નિમણૂક કરી છે, હેકર્સને શોધવા માટે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN) તૈયાર કરવામાં આવી છે. આ ટીમ દ્વારા હેકરર્સના સ્ત્રોતને શોધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેમજ હેકર્સને શોધવા લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. CERT-IN એ કેન્દ્ર સરકારની વિશેષ તપાસ એજન્સી છે જે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયની અંદર કામ કરે છે. તેનું કામ ભારત સરકારના હેકિંગ અને ફિશિંગ જેવા ગંભીર સાયબર ક્રાઈમનો સામનો કરવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ હેક થયાની માહિતી સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી. યુઝર્સે આ અંગે સ્ક્રીનશોટ શેર કરીને પોતાનો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું. ત્યારથી, હેશટેગ્સ હેક થયા અને હેકર્સ ટ્રેન્ડ કરવા લાગ્યા. હેશટેગ હેક ભારતમાં રાતોરાત ચોથા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.