નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ આગામી ઉનાળુ ઋતુમાં ગરમ હવામાનની સ્થિતિઓની તૈયારી કરવા માટેની એક ઉચ્ચ સ્તરીય બેઠકની આજે અધ્યક્ષતા સંભાળી હતી અને વિવિધ હિતધારકો જેવા કે સામાન્ય નાગરિકો, તબીબી વ્યવસાયિકો, સ્થાનિક સંસ્થાઓના સત્તાવાળાઓ અને ડિસાસ્ટર રિસ્પોન્સ ટીમો માટે જુદી જુદી જાગૃતિ સામગ્રી તૈયાર કરવા હાકલ કરી હતી.
- ઉચ્ચ સ્તરીય બેઠક યોજી ગરમીને લગતી હોનારતો અને તે સામેની તૈયારીઓની સમીક્ષા કરાઇ
- લોકોને સમજાય તે રીતે આગાહીઓ કરવા હવામાન વિભાગને મોદીની હાકલ
પીએમઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદીને આગામી કેટલાક મહિનાઓ માટેની હવામાન આગાહીથી વાકેફ કરવામાં આવ્યા હતા અને સામાન્ય ચોમાસુ રહેવાની શક્યતા અને રવિ પાક પર તેની અસર વિશે વાકેફ કરવામાં આવ્યા હતા. તેમને ગરમીને લગતી હોનારતો, તેને પહોંચી વળવા માટેના પગલા અને તબીબી માળખા અંગે પણ વાકેફ કરવામાં આવ્યા હતા. ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને તીવ્ર હવામાનની સ્થિતિઓમાં અનાજના યોગ્ય સંગ્રહને સુનિશ્ચિત કરવા પગલા લેવા જણાવાયું હતું એમ જણાવતા પીએમઓએ એ વાતની નોંધ લીધી હતી કે મહત્વના પાકોની અપેક્ષિત ઉપજ અંગે પણ વડાપ્રધાનને વાકેફ કરવામાં આવ્યા હતા.
મોદીએ ભારતીય હવામાન વિભાગને સૂચના આપી હતી કે તે સમજવામાં સરળ પડે તે રીતે દૈનિક હવામાન આગાહીઓ કરે. ટીવી ન્યૂઝ ચેનલો અને એફએમ રેડિયો એ તે મીડિયા આઉટલેટોમાં આવે છે જેઓ થોડી મીનિટો દૈનિક હવામાન આગાહીઓ માટે ફાળવે જેથી નાગરિકો જરૂરી પૂર્વસાવચેતીઓ લઇ શકે એમ નિવેદનમાં જણાવાયું હતું. વડાપ્રધાને તમામ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ અને ફાયર ફાઇટરો દ્વારા તમામ હોસ્ટિપલોમાં મોક ફાયર ડ્રિલો કરવામાં આવે તેના પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાનના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, ગૃહ સચિવ તથા અન્ય મંત્રાલયો અને ખાતાઓના વરિઠધ અધિકારીઓ આ બેઠકમાં હાજક રહ્યા હતા.