National

વિશ્વમાં લોકપ્રિય નેતાઓની યાદીમાં વડા પ્રધાન મોદી ફરી ટોચ પર

નવી દિલ્હી: વડા પ્રધાન (PM) નરેન્દ્ર મોદીની વિશ્વમાં લોકપ્રિયતા હજી પણ યથાવત છે. પીએમ મોદી ફરીથી 75 ટકા અપ્રૂવલ રેટિંગ સાથે વિશ્વના નેતાઓથી આગળ નીકળી ગયા છે. તેઓ વૈશ્વિક રેટિંગમાં (Rating) ટોચ (Top) પર છે, એમ મોર્નિંગ કંસલ્ટ સર્વેથી જાણવા મળ્યું હતું. સર્વે મજુબ વડા પ્રધાન મોદી બાદ મેક્સિકોના પ્રમુખ એડ્રેસ મેનુઅલ લોપેજ ઓબ્રેડોરનો (63 ટકા) ક્રમ આવે છે. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીસ 58 ટકા સાથે ત્રીજા ક્રમ પર છે જ્યારે ઈટાલીના વડા પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી 54 ટકા સાથે ચોથા સ્થાન પર રહ્યા હતાં.

  • પીએમ મોદી 75 ટકા રેટિંગ સાથે વૈશ્વિક નેતાઓમાં સૌથી આગળ
  • મેક્સિકોના પ્રમુખ એડ્રેસ મેનુઅલ બીજા તો ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બાનીસ ત્રીજા ક્રમ પર
  • નવેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પણ વડા પ્રધાન મોદી ટોચ પર હતાં
  • મોર્નિંગ કંસલ્ટ રોજના 20 હજારથી વધુ વૈશ્વિક ઈન્ટરવ્યુ આયોજિત કરે છે

22 વૈશ્વિર નેતાઓની યાદીમાં સ્વીડનનાં વડા પ્રધાન મેગદાલેના એંડરસનને 50 ટકા અને અમેરિકી પ્રમુખ જો બાઈડેનને 41 ટકા રેટિંગ મળી હતી. બાઈડેન બાદ કેનેડાના પ્રમુખ જસ્ટિન ટ્રુડોને 39 ટકા અને જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદા 38 ટકા રેટિંગ મળી છે. મોર્નિંગ કંસલ્ટ પોલિટિકલ ઈન્ટેલિડન્સ હાલમાં ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, જર્મની, ભાર, મેક્સિકો, નીધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, સ્વીડન અને અમેરિકામાં નેતાઓ અને તેમના અપ્રુવલ રેટિંગ પર નજર રાખે છે. આ પહેલાં નવેમ્બર 2021 અને જાન્યુઆરી 2022માં વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં પણ વડા પ્રધાન મોદી ટોચ પર હતાં. આ મંચ રાજકીય ચૂંટણી, ચૂંટાયેલા નેતાઓ અને મતદાનના મુદ્દાઓ પર માહિતી આપે છે. મોર્નિંગ કંસલ્ટ રોજના 20 હજારથી વધુ વૈશ્વિક ઈન્ટરવ્યુ આયોજિત કરે છે.

Most Popular

To Top