ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) 72મા જન્મદિવસે (Birthday) તેમના બાળપણથી લઈને આજદિન સુધીની સફર તેમજ તેમણે આપેલા વિઝનને દર્શાવતું ‘ચિત્ર પ્રદર્શન’ (Picture Display) મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે (C.M.Bhupendra Patel) અમદાવાદમાં રવિશંકર રાવળ (Ravi Shankar Raval) આર્ટ ગેલેરી (Art Gallery) ખાતે ખુલ્લું મુક્યું હતું. નરેન્દ્ર મોદીના ‘વડનાગરથી વર્લ્ડ લીડર’ સુધીની યાત્રાને દર્શાવતા 12 ચિત્રો અને રેડિયો પર પ્રસારિત થતા ‘મન કી બાત’ કાર્યક્રમના વિવિધ વિષયો પર 32 ચિત્રો અહીં મૂકવામાં આવ્યા છે. જેને નિહાળી મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ આનંદ વ્યક્ત કર્યો હતો.
વિવિધ વિષયોની પ્રભાવક પ્રસ્તુતિ આ પ્રદર્શનમાં કરવામાં આવી
મૂળ કર્ણાટકના અને છેલ્લા 30 વર્ષથી દુબઈમાં સ્થાયી થયેલા આર્ટિસ્ટ અકબરે જણાવ્યું હતું કે, પીએમ મોદીના વ્યક્તિત્વ અને કાર્યોથી પ્રભાવિત થઈને તેમણે તેમની લાગણીને કેનવાસ પર ઉતારી છે. નોટબંધી, ડ્રગ્સ વિરોધી ઝુંબેશ, ખેડૂત કલ્યાણ, પાણી બચાવોનો સંદેશ, ગૌહત્યા અટકાવવા પર કામગીરી, બેટી બચાઓ-બેટી પઢાઓ, ખાદી, આર્મીનું મજબૂતીકરણ, સર્જીકલ અને ઍરસ્ટ્રાઇક, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જ્વલા યોજના, ડિજિટલ ઇન્ડિયા સહિતના વિવિધ વિષયોની પ્રભાવક પ્રસ્તુતિ આ પ્રદર્શનમાં કરવામાં આવી છે.