National

ટ્રમ્પની “મૃત અર્થવ્યવસ્થાની” ટિપ્પણી બાદ પીએમ મોદીનો જવાબ, ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને ‘મૃત અર્થવ્યવસ્થા’ ગણાવી હતી. તેમના કટાક્ષના જવાબમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી એક મજબૂત જવાબ આપ્યો અને કહ્યું કે ભારત હવે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે. તમામ ભારત દેશવાસીઓએ સ્વદેશી કલ્ચર અપનાવવો જોઈએ. હવેએ સમય આવી ગયો છે કે ભારતીયની દરેક ખરીદી દેશના હિતમાં હોવી જોઈએ.

વધુમાં કહ્યું કે, ભારતમાં ભારતીય પરસેવાથી બનેલી વસ્તુઓની ખરીદી કરવામાં આવશે. હવે દરેક નાગરિક , દરેક દુકાનદાર, દરેક ગ્રાહકનો એક જ મંત્ર હોવો જોઈએ, કે હવે આપણે જે પણ કઈ ખરીદશું તે ભારતમાં બનેલું હોય અને ભારતીય હાથથીજ બનેલું હોવું જોઈએ. વૈશ્વિક અસ્થિરતાના યુગમાં, ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની જવાબદારી ફક્ત સરકારની જ નહીં પરંતુ દરેક ભારતીય નાગરિકની પણ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે વિશ્વ અર્થતંત્ર અનેક ચિંતાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં, વિશ્વના દેશો પોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભારત પણ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતો પ્રત્યે સતર્ક રહેવું પડશે. ભારતે તેના ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી પડશે.

સ્વદેશી ઉત્પાદનો વેચવાએ જ સાચી રાષ્ટ્રીય સેવા:
પીએમ મોદીએ દેશના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને ખાસ અપીલ કરી અને કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે ભારતમા ફક્ત સ્વદેશી ઉત્પાદનો જ વેચાય. હું વ્યાપાર જગત સાથે જોડાયેલા તમામ ભાઈઓને ચેતવણી આપું છું કે, તેઓની દુકાનોમાં ફક્ત સ્વદેશી વસ્તુઓ જ વેચવી જોઈએ. આ જ સાચી રાષ્ટ્રીય સેવા છે. ભારતના તમામ ઘરમાં રહેલું વસ્તુઓ સ્વદેશી હોવી જોઈએ.

પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક વેપાર દબાણ, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનથી થતી આયાત પર ચર્ચા અને અમેરિકાની ટેરિફ નીતિ જેવા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય મંચો પર ચર્ચાના કેન્દ્રમાં છે.

Most Popular

To Top