નવી દિલ્હી: ભારતીય શેરબજાર (Indian stock market) આજે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં સ્થાનિક બજારમાં નોંધપાત્ર તેજી આવી છે કે શેરબજાર લગભગ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ત્યારે ગઇકાલે બુધવારે પણ બજારે નવી ઓલ ટાઈમ હાઈ (All time high) લેવલ હાંસલ કર્યું હતું. આ સાથે જ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે.
પીએમ મોદીએ લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન દાવો કર્યો હતો કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બજારમાં ઐતિહાસિક તેજી જોવા મળશે. તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી બાદ સ્થાનિક શેરબજારો નવા રેકોર્ડ બનાવશે અને નવી ઊંચાઈઓ પર પહોંચશે. ત્યારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યાના બે અઠવાડિયામાં પીએમ મોદીનો દાવો સાચો સાબિત થયો છે.
પરિણામના દિવસે આટલો ઘટાડો
આ મહિનાના પહેલા સપ્તાહમાં 4 જૂને જ્યારે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવ્યા હતા, તે દિવસે બજારને ભારે નુકસાન થયું હતું. પરિણામનાના દિવસે સેન્સેક્સ ઈન્ટ્રાડે 6,200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જ્યાતે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 4,390 પોઈન્ટ (5.74 ટકા)ના ઘટાડા સાથે આખરે 72,079 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે નિફ્ટી 1,379 પોઈન્ટ (5.93 ટકા) ઘટીને 21,885 પોઈન્ટ પર રહ્યો હતો.
આજે શેરબજારમાં તેજી
ત્યારે સ્થાનિક શેરબજારની શરૂઆત આજે ગુરુવારે લીલા નિશાન સાથે થઈ હતી. બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 15 પોઈન્ટ વધીને 23,531 પર ખુલ્યો હતો, જ્યારે BSE સેન્સેક્સ 61 પોઈન્ટ વધીને 77,398.22 પર ખુલ્યો હતો. બજાર ખુલતાની સાથે જ વ્યાપક સૂચકાંકો લીલા રંગમાં ખુલ્યા હતા. તેમજ બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 142 પોઈન્ટ વધીને 51,540 પર ખુલ્યો હતો.
ગુરુવારે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ઇક્વિટી સૂચકાંકો મિશ્ર કારોબાર કરી રહ્યા હતા. આજે શેરબજારમાં કારોબારની શરૂઆતમાં ક્ષેત્રીય સૂચકાંકોમાં નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ, નિફ્ટી ફાઈનાન્સિયલ ઈન્ડેક્સ, નિફ્ટી પીએસયુ ઈન્ડેક્સ, નિફ્ટી મેટલ ઈન્ડેક્સ, નિફ્ટી ઓટો ઈન્ડેક્સ, નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ અને બીએસઈ ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળ્યા હતા. જ્યારે નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સહિત અન્ય ઈન્ડેક્સ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા. આ સાથે જ ભારતીય ચલણ ગુરુવારે યુએસ ડોલર સામે 3 પૈસા મજબૂત ખુલ્યું હતું. રૂપિયો પ્રતિ ડૉલર 83.46ની જગ્યાએ 83.43 પ્રતિ ડૉલરના સ્તરે ખૂલ્યો હતો.
ટોપ લૂઝર અને ગેનર સ્ટોક્સ
આજે બજાર ખુલતાની સાથે જ કોટક મહિન્દ્રા બેંક, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, HDFC બેંક, ભારતી એરટેલ અને ઈન્ડસઈન્ડ બેંક નિફ્ટી પર મોટા ગેઈનર તરીકે ઉભરી આવ્યા હતા, જ્યારે સન ફાર્મા, બજાજ ફાઈનાન્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, પાવર ગ્રીડ કોર્પ અને HDFC લાઈફ લૂઝર્સ હતા. આ સાથે જ WTI ક્રૂડના ભાવ ગુરુવારે સવારે 0.63% ઘટીને $80.53 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.02% ઘટીને $85.05 પર ટ્રેડ થઈ રહ્યા હતા.
FIIએ 7,908.36 કરોડના શેર ખરીદ્યા
NSEના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 19 જૂન, 2024ના રોજ રૂ. 7,908.36 કરોડના શેર ખરીદ્યા હતા. તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 7,107.80 કરોડના શેર ખરીદ્યા હતા. છેલ્લા સત્રમાં સેન્સેક્સ-નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે ગઇ કાલે 19 જૂને નિફ્ટીએ 23664નો નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે કારોબારના અંતે તે 42 પોઈન્ટ ઘટીને 23516ની સપાટીએ બંધ રહ્યો હતો.