લોકસભામાં મિડલ ઇસ્ટ મુદ્દે નિવેદન આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એલર્ટ કરતાં એકજૂટતા અને સતર્કતાનો સંદેશ આપ્યો હતો. તેમણે અપીલ કરી કે કોરોનાકાળમાં જેમ દેશે મળીને પરિસ્થિતિનો સામનો કર્યો હતો, તેવી જ રીતે હાલના સંકટમાં પણ સૌએ એકસાથે રહીને પડકારોને પહોંચી વળવું પડશે. પીએમ મોદીએ જણાવ્યું કે યુદ્ધના કારણે પરિસ્થિતિ લાંબા સમય સુધી ગંભીર રહી શકે છે, તેથી દરેકે અગાઉથી તૈયાર રહેવાની જરૂર છે. સાથે જ તેમણે ભારપૂર્વક કહ્યું કે આ સમયમાં ધીરજ અને સંયમ જાળવી રાખવો અત્યંત જરૂરી છે. તેમણે ચેતવણી આપી કે કેટલાક તત્વો પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને જૂઠ ફેલાવવાનો પ્રયાસ કરશે, તેથી લોકો ખાસ સાવધાન અને સતર્ક રહે. પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પહેલા આયાત 27 દેશોમાંથી થતી હતી, પરંતુ હવે તે 41 દેશોમાંથી આવે છે. તેલ સંકટને પહોંચી વળવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓ વિકસાવવામાં આવી રહી છે. એક મંત્રી જૂથની રચના કરવામાં આવી છે.
લોકસભામાં PM નરેન્દ્ર મોદીના મુખ્ય અપડેટ્સ
- મિડલ ઇસ્ટમાં ચાલી રહેલું યુદ્ધ લાંબા સમય સુધી અસર કરી શકે છે, દેશે કોરોનાની જેમ તૈયાર રહેવું પડશે.
- દેશવાસીઓને અપીલ: એકજૂથ રહી સંયમ અને ધીરજથી પરિસ્થિતિનો સામનો કરો.
- ચેતવણી: પરિસ્થિતિનો ફાયદો લઈ કેટલાક લોકો જૂઠ ફેલાવશે, સાવધાન રહો.
- સરકારનો દાવો: સંગ્રહખોરો અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી થશે.
- મિડલ ઇસ્ટ સંઘર્ષથી ભારત સામે આર્થિક, ઊર્જા અને સુરક્ષાના અણધાર્યા પડકારો ઊભા થયા.
- સરકાર પેટ્રોલ, ડીઝલ અને LPGના પુરવઠા પર અસર ન પડે તે માટે સતત પ્રયાસરત.
- દેશમાં હાલ 53 લાખ મેટ્રિક ટનનું સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ઉપલબ્ધ.
- હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ અસ્વીકાર્ય
- કાળાબજારી કરનારાઓ પર સખત કાર્યવાહી થશે
- ભારતનો મોટો ભાગ ક્રૂડ ઓઇલ, ગેસ અને ખાતર આ માર્ગથી આયાત કરે છે.
- મુશ્કેલીઓ વચ્ચે પણ ભારતે પોતાના જહાજોને રાજદ્વારી દ્વારા સુરક્ષિત બહાર કાઢ્યા.
- ભારતીયોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા
- અત્યાર સુધીમાં 3,75,000થી વધુ ભારતીયો વતન પરત લાવવામાં આવ્યા
- તેમાં ઈરાનથી આવેલા હજારો નાગરિકો અને 700થી વધુ મેડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ
- પ્રભાવિત દેશોમાં 24×7 હેલ્પડેસ્ક અને ઇમરજન્સી હેલ્પલાઇન કાર્યરત
- મિડલ ઇસ્ટમાં આશરે 1 કરોડ ભારતીયો રહે છે, તેમની સુરક્ષા માટે સતત પ્રયાસો
- PM મોદીએ પ્રદેશના નેતાઓ સાથે વાતચીત કરી તણાવ ઘટાડવાની અપીલ કરી
- ઊર્જા સુરક્ષા માટે આયાતના સ્ત્રોત 27 દેશોમાંથી વધારી 47 દેશો સુધી વિસ્તરણ
- ઇથેનોલ બ્લેન્ડિંગ 1% થી વધીને લગભગ 20% સુધી પહોંચ્યું
- ઇલેક્ટ્રિક મોબિલિટી અને મેટ્રો નેટવર્કમાં વધારો
- દેશમાં ખાદ્ય અનાજનો પૂરતો જથ્થો ઉપલબ્ધ
- ખાતર માટે રિઝર્વ જાળવાયો, યુરિયા ઉત્પાદન વધારાયું
- નવી યુરિયા પ્લાન્ટ્સ શરૂ કરી આયાત પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ
- આ સંકટનો પ્રભાવ વૈશ્વિક અર્થતંત્ર અને જાહેર જીવન પર પડી રહ્યો છે
- ભારત શાંતિ અને કૂટનીતિનો સમર્થક, યુદ્ધનો ઉકેલ વાતચીતથી જ શક્ય
- નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો ભારત વિરોધ કરે છે