World

G-7ના ફેમિલી ફોટોમાં PM મોદી જોવા મળ્યા ખાસ સ્થાને, પોસ્ટ કરી જણાવ્યો સમીટનો અનુભવ

નવી દિલ્હી: સતત ત્રીજી વખત વડાપ્રધાન (Prime Minister) પદનો કાર્યભાર સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી ઈટલીમાં આયોજિત G-7 સમિટમાં (G7 Summit) ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે 14 જૂનના રોજ મોડી રાત્રે ઇટલીથી (Italy) ભારત પરત આવવા રવાના થયા હતા. ત્યારે આ સમીટનો ફેમિલી ફોટો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં વડાપ્રધાન મોદી જી-7ના ફેમિલી ફોટોમાં વચ્ચે દેખાયા હતા. આ ફોટાએ સોશિયલ મીડિયા ઉપર ધુમ મચાવી છે.

અસલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-7 સમિટમાં પહોંચ્યા હતા. ત્યારે ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતે ‘આઉટરીચ રાષ્ટ્ર’ તરીકે G-7 સમિટમાં ભાગ લીધો હતો. ત્યારે વિશ્વના નેતાઓએ શુક્રવારે રાત્રે G-7 સમિટના ‘આઉટરીચ ટુ નેશન્સ’ સત્રમાં ફેમિલી ફોટા માટે પોઝ કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘ઇટલીમાં G-7 સમિટમાં વિશ્વ નેતાઓ સાથે.’

પીએમ મોદીએ ફોટો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. તેમજ આ ફોટાની યુઝર્સ જોરશોરથી ચર્ચા કરી રહ્યા છે. આ તસવીરમાં પીએમ મોદી સ્ટેજની વચ્ચે ઉભેલા જોવા મળી રહ્યા છે, જ્યારે ઈટાલીના વડાપ્રધાન મેલોની પોતે નીચેની હરોળમાં ઉભા છે. યુએસ પ્રમુખ જો બિડેન પણ નીચે ઊભેલા જોવા મળ્યા હતા. અન્ય દેશોના વડાઓ પણ તેમની સાથે ડાબે અને જમણે ઉભા જોવા મળ્યા હતા. ત્યારે યુઝર્સ આ બાબતને ભારતીયો માટે ગર્વની બાબત ગણાવી રહ્યા છે.

સમીટ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન, યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા સહિત ઘણા નેતાઓ સાથે વાત કરી અને ફોટો પણ પડાવ્યા હતા. તેમજ આ સમીટમાં પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. પીએમ મોદીએ X પર લખ્યું “ઇટલીમાં વાટાઘાટો ચાલુ છે… રાષ્ટ્રપતિ @LulaOfficial, રાષ્ટ્રપતિ @RTERdogan અને હિઝ હાઇનેસ શેખ @MohamedBinZayed સાથે ખૂબ સારી વાતચીત થઈ.’’

ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની હાથ જોડી અભિવાદન કર્યું
ત્રીજી વખત વડા પ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની ઇટલીના અપુલિયામાં જ્યોર્જિયા મેલોની સાથેની મુલાકાત ખૂબ જ ખાસ હતી. આ વખતે ભારતની સાંસ્કૃતિક પરંપરા મુજબ જ્યોર્જિયા મેલોનીએ પીએમ મોદીનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું. ત્યારે આ સમીટ નિમિત્તે ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર રાષ્ટ્રીય વ્યૂહરચના તૈયાર કરનાર મોખરાના કેટલાક દેશોમાંથી ભારત એક છે.

Most Popular

To Top