National

દેશમાં વધતા ઓમિક્રોનના કેસો મામલે PM મોદીની સમીક્ષા બેઠક

દેશમાં કોરોનાના (Corona) નવા વેરિયન્ટ ઓમિક્રોનના (Omicron) વધતા કેસોની સંખ્યા હવે ચિંતાનો વિષય બની ગયો છે. આ ચિંતાને ધ્યાનમાં રાખી પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) દ્વારા આજ રોજ એક બેઠક બોલાવી હતી. જેમાં તેમણે દેશમાં ઓમિક્રોનના કેસો અને કોરોનાની પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચ કરી હતી. આ અગાઉ 28 નવેમ્બરના (November) રોજ ઓમિક્રોન અંગેની વિચારણા માટે તેમણે બેઠક કરી હતી. મીટિંગમાં ઓમિક્રોનના વધતા કેસને રોકવા માટે હોસ્પિટલની તૈયારીઓ અંગે વાતચીત થઈ હતી. સાંજે લગભગ 7 વાગ્યે મળેલી આ મીટિંગ એક કલાક ચાલી હતી. જેમાં વડાપ્રધાને અધિકારીઓને દવાઓ અને ઓક્સિજનના સ્ટોકની પૂરતી વ્યવસ્થા કરવાના નિર્દેશ આપ્યા હતા. સાથે જ દેશભરમાં વેક્સિનેશન વધારવાને લઈને પણ ઝડપથી કામ કરવાનું કહ્યું હતું.

સ્વાસ્થ મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ આજ રોજ યોજાયેલ બેઠકમાં કોરોના પ્રબંધ સાથે જોડાયેલ તમામ ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમા જોડાયા હતા. આ બેઠકમાં ઓમિક્રોનના નવા દર્દી, તેના લક્ષણ તેમજ તેના સંક્રમણમા થતો વઘારો અને તેને રોકવાના ઉપાય અંગે ચર્ચા કરવામાં આવી હતી. સ્વાસ્થયમંત્રાલય દ્વારા આ પરિસ્થિતનો સામનો કરવા રાજ્યો સાથે શું આયોજન કરવામાં આવી રહ્યું છે તે અંગેની પણ માહિતી આપવામાં આવી હતી.

MPમાં રાત્રિ કર્ફ્યૂ લાગૂ

દરમ્યાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગુરૂવારથી રાજ્યમાં નાઈટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. પ્રદેશમાં આજે રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અવરજવર પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. તેઓએ આ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે MPમાં ઘણાં મહિના બાદ કોવિડના 30 નવા કેસ સામે આવ્યા છે ત્યારે લોકો માસ્ક પહેરવા અને કોરોનાથી બચવાના તમામ ઉપાયોનું પાલન કરવાની અપીલ કરે તેવી અપીલ કરી હતી.

દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 300 થી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 65 કેસની પુષ્ટિ થઈ છે. આ બાદ દિલ્હીમાં 64 કેસ મળી આવ્યા છે. આ ઉપરાંત દેશમાં 104 દર્દીઓ ઓમિક્રોન ચેપથી સાજા થયા છે. આ અગાઉ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઓમિક્રોન અંગે દરેક રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કર્યા હતા. તેઓએ અહેવાલ આપતા જણાવ્યું છે કે ઓમિક્રોન ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓછામાં ઓછા ત્રણ ગણો ઝડપથી ફેલાય છે. આ સંદર્ભે, સ્થાનિક અને જિલ્લા સ્તરે મેનેજમેન્ટ માટે સૂચનાઓ આપવામાં આવી છે. મંત્રાલયે ‘વોર રૂમ’ ને સક્રિય કરવા, સક્રિય પગલાં લેવા અને રાત્રિ કર્ફ્યુ જેવા પગલાં લેવા અંગે સૂચના આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી રાજેશ ભૂષણે દરેક રાજયોને પત્ર લખી જણાવ્યુ હતું કે ઓમિક્રોનના વધતા જતા કેસોને અટકાવવા માટે લગ્ન તેમજ અંતિમસંસ્કાર જેવા સમય દરમ્યાન ગણય લોકોનો જ સમાવેશ થાય તેવી મંજૂરી આપવી જોઈએ. કોરોનાના વધતી સંખ્યાના કારણે સેકશન 144 મુંબઈમાં 14 દિવસો માટે લાગુ કરવામાં આવી છે.

Most Popular

To Top