ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) બીજા તબક્કાના મતદાનના દિવસે 5મી નવેમ્બરના રોજ વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કરવા ગયા ત્યારે રોડ- શો કર્યો હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે, વડાપ્રધાન દ્વારા રોડ શો કરવામાં આવ્યો ન હતો. તેવો મતદાન કરવા જઈ રહ્યા હતા ત્યારે આપોઆપ ભીડ ભેગી થઈ હતી.
બીજા તબક્કાના મતદાનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાન સ્કૂલ ખાતે સવારે મતદાન કરવા જઈ રહ્યા હતા, ત્યારે મતદાન કેન્દ્રથી થોડેક દૂર તેમનો કાફલો ઉભો રહ્યો હતો, અને વડાપ્રધાન ગાડીમાંથી ઉતરી ચાલતા ચાલતા વોટ આપવા જઈ રહ્યા હતા, ત્યારે હજારોની સંખ્યામાં લોકોની ભીડ એકત્ર થઈ હતી.
મતદાનના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ- શો અંગે ચૂંટણી પંચને મળેલી ફરિયાદ અંગે તેઓએ તાત્કાલિક અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીને રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. આ રિપોર્ટના આધારે વડાપ્રધાને કોઈ રોડ- શો કર્યો હોય તેવું જણાતુ નથી. વડાપ્રધાન ચાલતા ચલતા મતદાન કરવા જઈ રહ્યા હતા. ત્યારે ભીડ આપોઆપ જ ભેગી થઈ ગઈ હતી.