ગાંધીનગર : આજે પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા એનડીએના આખા દેશના સિનિયર નેતાઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં (Gandhinagar) પદનામિત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલનો સતત 2જી ટર્મ માટે શપથ ગ્રહણ સમારંભ યોજાયો હતો. જેમાં ઉડીને આંખે વળગે તેવી એક ઘટના બની હતી. જેમાં મંચ પરથી પીએમ નરેન્દ્ર મોદીએ સતત બે વખત ઝૂકીને ગુજરાતની પ્રજા તથા ભાજપના (BJP) કાર્યકરોને નમન કર્યા હતાં.
પીએમ મોદીએ અગાઉ ચૂંટણી સભાઓમાં પણ કહ્યું હતું કે, હું તમારી પાસે એક વચન માગુ છું. ના .. .. ના.. કહેતા, મારૂ આટલું કામ કરજો.. તમે મારૂ એક કામ કરજો. ગામમાં જાવ તો, ઘરે જઈને વડીલોને કહે જો કે નરેન્દ્રભાઈ આવ્યાં હતાં અને આપને વંદન કહેડાવ્યાં છે. મોદીએ સભાઓમાં જ કહ્યું છે કે આ ચૂંટણી ભાજપ નહીં પણ ગુજરાતની જનતા લડી રહી છે. જ્યારે આ જીત મારી નહીં પણ ગુજરાતની જનતાની જીત છે. જ્યારે આ ચૂંટણીમાં ખરી મહેનત કરનારા કાર્યકરોની મહેનતની જીત છે. એમ પીએમ મોદીએ સ્ટેજ પરથી ગુજરાતની પ્રજા અને ભાજપના દરેક કાર્યકરોનો બે હાથ જોડીને માથું નમાવીને આભાર માન્યો હતો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 બેઠકો મળી છે. જયારે ગુજરાતમાંથી કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયાં છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલના સતત 2જી ટર્મ માટે યોજાયેલા શપથ વિધી સમારંભમાં પ્રધાનમંત્રી મોદીએ સ્ટેજ પરથી બે વાર મસ્તક ઝુકાવીને આભાર માન્યો હતો. જે ખરેખર ગુજરાતની પ્રજા અને ભાજપના કાર્યકરોનો આભાર માન્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અડાલજ ત્રિમંદિરના દર્શન કરી પૂજન-અર્ચનના કરી
ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લઇને સતત બીજીવાર રાજ્ય શાસનનું દાયિત્વ વિધિવત સંભાળતા પૂર્વે અડાલજ ત્રિમંદિરના દર્શને જઇને પૂજન-અર્ચન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, નાનામાં નાના માનવી, સામાન્ય લોકો માટે કલ્યાણ અને સદકાર્યોની પ્રેરણા પ્રભુ આપે તથા ગુજરાતનો ઉત્તરોત્તર ખૂબ વિકાસ થાય એવી પ્રાર્થના દાદા ભગવાન, સીમંધર સ્વામી અને અન્ય દેવોના શ્રીચરણમાં કરી છે. વિધાનસભા ચૂંટણીઓમાં મળેલો આ પ્રચંડ વિજય રાજ્યની જનતા જનાર્દનનો, તેમના ભરોસા અને વિશ્વાસનો વિજય છે. એટલું જ નહિ, સૌ કાર્યકર્તાઓના પરીશ્રમ અને મહેનતનું ફળ પણ આ વિજયમાં ઝળકયું છે.