અમદાવાદ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) ડિગ્રી (Degree) મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં (Highcourt) દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી (CM) અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી રીવ્યુ પિટિશનની વધુ સુનાવણી 21મી જુલાઈના રોજ હાથ ધરાશે. બીજી તરફ કેજરીવાલ તરફથી રિજોઈન્ડર દાખલ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનની ડિગ્રીના મુદ્દે 31 માર્ચ 2023ના રોજ હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવતા આ મુદ્દે પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. હાઇકોર્ટે વડાપ્રધાનની ડીગ્રીન બતાવવા જણાવ્યું હતું, અને અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. આ મામલે અરવિંદ કેજરીવાલે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાઇકોર્ટે કરેલા અવલોકનો ક્ષતિપૂર્ણ છે. યુનિવર્સિટી દ્વારા વડાપ્રધાનની ડીગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર હોવાનું જણાવ્યું છે, જે ડિગ્રી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર નથી, આથી આ હુકમમાં આ બાબત ક્ષતિપૂર્ણ છે. આ કેસની વધુ સુનવાણી 21મી જુલાઈએ હાથ ધરાશે.