Dakshin Gujarat

વલસાડ – ધરમપુરની 71 બસ PMના કાર્યક્રમ માટે ફાળવાતા મુસાફરો માટે મુસીબત

વલસાડ : સુરત (Surat) ખાતે ગુરૂવારે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ વલસાડ (Valsad) અને ધરમપુર એસટી ડેપોની (ST Depo) 71 બસ ફાળવાતા બુધવાર અને ગુરુવારે બસ (Bus) સેવાને ગંભીર અસર થવાની શક્યતાને લઈ બસ સેવા અનિયમિત દોડશે.

એસટીના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનના સુરત કાર્યક્રમને લઈ લાભાર્થીઓને લઈ જવા વલસાડ એસ.ટી.ડેપોની 85 પૈકી 45 બસ અને ધરમપુર ડેપોની 61 પૈકી 30 બસ મળી કુલ 71 બસો ફાળવવામાં આવી છે. આ બસ બુધવાર સાંજ સુધીમાં સુરત માટે રવાના થશે અને સંભવત્ ગુરુવારે મોડી સાંજ સુધી પરત આવશે. જેને લઇ એક્સપ્રેસ અને લોકલ રૂટોના મહત્તમ રૂટો રદ થશે અથવા અનિયમિત દોડશે. જેને લઇ મુસાફરોને આવાગમન માટે મુશ્કેલીનો સામનો કરવો પડશે. વિશેષ કરી રોજિંદા પાસધારકો, વિદ્યાર્થીઓ, નોકરિયાતોએ ખાનગી વાહનોનો સહારો લેવો પડશે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, વલસાડ વિભાગમાંથી આશરે 180 બસ ફાળવવામાં આવી છે.

વાપીથી દાહોદ જતી એસટીનો ડ્રાઇવર નશાની હાલતમાં બસ હંકારતા ધરપકડ
ઘેજ : દાહોદ જતી બસનો ડ્રાઇવર નશાની હાલતમાં બસ હંકારતા મુસાફરોને શંકા જતા મહિલા કંડકટરને જાણ કરવામાં આવી હતી. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાપીથી દાહોદ તરફ જતી એસટી બસ નં જીજે-૧૮-ઝેડ-૫૧૩ સવારના છ વાગ્યાના સમયે વાપી ડેપોથી નીકળી દાહોદ જતી હતી. જેમાં ડ્રાઇવર તરીકે જીજ્ઞેશસિંહ પ્રવિણસિંહ રાઠોડ (ઉ.વ-૩૭ રહે.કાકણપુર ડેમચા ફળીયા તા.ગોધરા જી.પંચમહાલ) અને કંડકટર સગુણાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ (રહે. પીપલોદ માતાના વડ ફળિયું તા.દેવગઢ બારીયા જી.દાહોદ) ફરજ ઉપર હતા.

બસ વલસાડથી સાતેક વાગ્યાના અરસામાં નીકળી ચીખલી તરફ આવી રહી હતી. દરમ્યાન એસટી બસમાં બેસેલા મુસાફરને ડ્રાઇવર નશો કરી બસ હંકારતો હોવાની શંકા જતા જે બાબતે મહિલા કંડકટરને ફરિયાદ કરી બસ અધવચ્ચે થોભાવવાની વાત કરતા મહિલા કંડકટરે બસને ચીખલી એસટી બસ સ્ટેન્ડ લાવી ડેપોના ઇન્ચાર્જને બનાવ અંગે જાણ કરતા તેમણે બીલીમોરા ડેપોના અધિકારીને જાણ કરી હતી. જેઓ ચીખલી એસટી બસ ડેપો ખાતે આવી બીથ એનિલાઈઝર મશીન દ્વારા બસ ડ્રાઇવરનો આલ્કોહોલ ટેસ્ટ કરાતા આલ્કોહોલ નીકળ્યો હતો. બનાવ અંગે ચીખલી પોલીસે સ્ટેશનને જાણ કરતા પોલીસ બસના ડ્રાઇવર જીજ્ઞેશસિંહ પ્રવિણસિંહ રાઠોડની ધરપકડ કરી કંડકટર સગુણાબેન પટેલની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઇ-એસ.જે.કડીવાલા કરી રહ્યા છે.

Most Popular

To Top