લંડન: બ્રિટનના (Britain) વડાપ્રધાન (PM) પદના નિર્ણયનો સમય નજીક આવ્યો છે. જોરદાર પ્રચાર ઝુંબેશ બાદ કંઝર્વેટિવ પક્ષના સભ્યો આજે છેલ્લા તબક્કાનું મતદાન કરી રહ્યા છે. જો કે પરીણામોની જાહેરાત ઔપચારિક રૂપે સોમવારે કરાશે પણ વિદેશ મંત્રી લિજ ટ્રસ મૂળ ભારતના ઋષિ સુનક પર ભારી પડી રહ્યાં છે. માનવામાં આવી રહ્યું છે કે લિજ ટ્રસ જ બ્રિટનના નવા વડા પ્રધાન બનશે. સત્તાધીશ કંજર્વેટિવ પક્ષના નવા વડા પ્રધાન ચૂંટાયા બાદ હાલના વડા પ્રધાન બોરિસ જ્હોનસન મહારાણી એલિઝાબેથ દ્વિતીયને પોતાનું રાજીનામું સોંપશે. બોરિસની સરકારની નીતિઓ અને કૌભાંડ વિરૂદ્ધ કેટલાંક મંત્રીઓના રાજીનામા બાદ જુલાઈમાં બોરિસે પદ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં તેમના પક્ષના આશરે 2 લાખ સભ્યોએ પોસ્ટલ અને ઓનલાઈન મતદાન શરૂ કર્યું હતું, જે આજે મોડી સાંજ સુધી સમાપ્ત થઈ જશે. મતદાનમાં ટ્રસને ભારે સમર્થનના સમાચાર છે.
- બ્રિટનના વડાપ્રધાનપદ માટે કંઝર્વેટિવ પાર્ટીના સભ્યો છેલ્લા તબક્કાનું મતદાન કરી રહ્યા છે
- ભારતીય મૂળના ઋષિ સુનાક પાછળ જણાય છે, લિઝ ટ્રુસ બ્રિટનના નવા વડાપ્રધાન બને તેવા સ્પષ્ટ સંકેતો જણાય છે
જો કે નવા વડા પ્રધાન માટે રાજકીય હનીમૂન વધુ લાંબુ નહીં ચાલે કારણ કે બ્રિટિશ વડા પ્રધાનનું નિવાસ સ્થળ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં પહોંચ્યા બાદ પીએમને કેટલાંક આર્થિક અને અન્ય પડકારોનો સામનો કરવો પડશે. બ્રિટન કેટલાંક દશકોમાં સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લોકો મોઘવારી અથવા કોસ્ટ ઓફ લીવીંગના વધવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ઈંધણની કિંમતો આકાશે પહોંચી છે અને તેના કારણે મુદ્રાસ્ફીતી દર 10થી વધુ થયો છે.