Business

PM મોદી અમેરિકામાં ઈલોન મસ્કને મળશે, ભારતમાં ટેસ્લાની ફેક્ટરી શરૂ કરવા અંગે ચર્ચાની સંભાવના

નવી દિલ્હી: પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) અમેરિકાની (America) સત્તાવાર મુલાકાતે છે. તેઓ જો બાઈડેન અને તેમની ફર્સ્ટ લેડી જીલના આમંત્રણ પર અમેરિકા ગયા છે. દિલ્હીથી અમેરિકા જવા પીએમ મોદી રવાના થઈ ગયા છે. 21થી 23 જૂન સુધી તેઓ અમેરિકાના પ્રવાસે છે અને 24-25 જૂને તેઓ ઈજિપ્તની મુલાકાતે છે. પીએમ મોદીની અમેરિકાની મુલાકાત પહેલા જ ભારતીય અમેરિકનોમાં ખુશીનો માહોલ છે. મોદી મોદીના નારા અમેરિકામાં લાગી રહ્યાં છે. પીએમ મોદીના આ કાર્યક્રમની શરૂઆત ન્યૂયોર્કમાં સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસથી થશે.

પીએમ મોદીની સત્તાવાર અમેરિકાની મુલાકાત પહેલા ધણાં ખાસ લોકોના નામ પણ સામે આવ્યાં છે જેમાં પીએમ મોદી ખાસ 24 લોકોને પણ મળશે. પીએમ મોદી જે ખાસ 24 લોકોને મળશે તેમાં ટેસ્લાના સહ સંસ્થાપક એલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસ્ટ નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયક ફાલુ (ફાલ્ગુની શાહ), પોલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમન ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી અને ડૉ. પીટર એગ્રે, ડૉ. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનને પણ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 21મી જૂને ન્યૂયોર્કમાં ટેસ્લાના CEO ઇલોન મસ્ક સાથે મુલાકાત કરશે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી સરકાર અથવા ટેસ્લા દ્વારા મિટિંગના એજન્ડા વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. મસ્ક અને પીએમ મોદી વચ્ચે આ મુલાકાત એવા સમયે થવા જઈ રહી છે જ્યારે ટેસ્લા ભારતમાં ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માગે છે. ટેસ્લાના અધિકારીઓએ 17 મેના રોજ ભારત સરકારના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં કંપનીએ ભારતમાં ઈલેક્ટ્રિક કાર બનાવવા માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 27 મે 2022ના રોજ એક ટ્વીટમાં જવાબ આપતાં ઇલોન મસ્કે કહ્યું હતું કે ‘ટેસ્લા એવા સ્થાન પર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં, જ્યાં તે પહેલેથી જ કારનું વેચાણ અને સર્વિસ માટે કોઈ મંજૂરી ન હોય.’

Most Popular

To Top