- પુનર્વિકાસના કામ માટે તા.15 એપ્રિલથી બંધ કરાયું હોવાથી મુસાફરોને અનેક અગવડો પડી હતી
- નવી બેઠક વ્યવસ્થા, લિફ્ટ, સીસીટીવી, શૌચાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી
સુરતના ઉધના રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કામને કારણે તા.15 એપ્રિલથી બંધ કરાયેલું પ્લેટફોર્મ નં.1 આજથી ફરી શરૂ થઈ રહ્યું છે. પશ્ચિમ રેલવે દ્વારા તમામ સુરક્ષા ચકાસણીઓ અને ટ્રાયલ રન પૂર્ણ કર્યા બાદ હવે તા.3 સપ્ટેમ્બરથી એટલે કે આજથી અહીં ટ્રેનોનું રોકાણ શરૂ થશે. જેનાથી મુસાફરોને મોટી રાહત મળશે.
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે જણાવ્યું કે પ્લેટફોર્મ નં.1 પર કુલ 21 જેટલા પિલર ઊભા કરવામાં આવ્યા છે. જેમાંથી 5 મુખ્ય પિલર કોન્કોર્સ વિસ્તારમાં છે. ઉત્તર તરફ 3213 ચો.મી. વિસ્તાર સુધી શેલ્ટર બનાવાઈ રહ્યા છે. જ્યારે દક્ષિણ તરફ 10 નાના શેડ તૈયાર કરાયા છે. પ્લેટફોર્મ બંધ હોવાથી ઘણી ટ્રેનોનું રોકાણ ઉધનાને બદલે સુરત સ્ટેશને આપવામાં આવ્યું હતું. પરંતુ હવે ફરીથી ઉધના ખાતે રોકાણ શરૂ થઈ જશે.
મુસાફરો માટે તૈયાર થયેલી મુખ્ય સુવિધાઓ;
• 150 ચો.મી.નો તાત્કાલિક હોલ્ડિંગ એરિયા
• 250 બેઠકની વ્યવસ્થા
• 26 પાણીના નળ સાથે પરબ
• પ્લેટફોર્મ પર તમામ શૌચાલય બ્લોક શરૂ
• લિફ્ટ સુવિધા
• પેસેન્જર અનાઉન્સમેન્ટ સિસ્ટમ અને પૂરતી લાઇટિંગ
• 15 CCTV કેમેરા
• કોચ ઈન્ડીકેટર
• GRP/RPF ઓફિસ નજીક ઉત્તર તરફ નવું પ્રવેશ/પ્રસ્થાન દ્વાર
• કુલ 5 પ્રવેશ/પ્રસ્થાન દ્વાર
• કચરાપેટીની વ્યવસ્થા
ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર રોકાણ કરનારી ટ્રેનો
- ગુજરાત ક્વીન એક્સપ્રેસ 19033
- વલસાડ–વડોદરા પેસેન્જર 59059
- વિરાર–ભરૂચ એક્સપ્રેસ 19101
- દાદર–પોરબંદર એક્સપ્રેસ 190155. વલસાડ–સુરત મેમૂ 69151
- બોરીવલી–વટવા એક્સપ્રેસ 19417
- ફ્લાઈંગ રાની એક્સપ્રેસ 129218. સંજાન–સુરત મેમૂ 69141