Trending

બોડી બિલ્ડર કાચબાથી માંડીને દરિયાના તળિયે પડેલું જહાજ: અંડર વૉટર ફોટોગ્રાફીની અદભૂત એન્ટ્રીઓ

અંડરવૉટર ફોટોગ્રાફર (Underwater Photographer) ઓફ ધ યર સ્પર્ધામાં પાણીના તળિયાની નીચેની દુનિયાની તસવીરોની (Photo) સ્પર્ધા (Competition) યોજવામાં આવે છે અને તેમાં શ્રેષ્ઠ ફોટાઓને એવોર્ડો (Awards) આપવામાં આવે છે. અન્ડરવોટર ફોટોગ્રાફર ઓફ ધ યર ૨૦૨૨ માટેની સ્પર્ધામાં ૪૨૦૦ કરતા વધુ એન્ટ્રીઓ આવી હતી અને તેમાંથી કેટલાક ફોટાઓ તો ખૂબ અદભૂત અને કેટલાક રમૂજી પ્રકારના હતા. આ વર્ષના શ્રેષ્ઠ અંડર વોટર ફોટા તરીકેનો એવોર્ડ સ્પેનિશ ફોટોગ્રાફર રાફેલ ફર્નાન્ડિઝને મળ્યો છે જેણે સમુદ્રના પાણીના નીચે પોતાના બચ્ચાઓને સ્તનપાન કરાવી રહેલી પાંચ વ્હેલોનો ખૂબ સરસ તસવીર ખેંચી હતી. વિશ્વભરના સમુદ્રો, તળાવો અને સ્વીમિંગ પુલો નીચેના પાણીમાંથી પણ તસવીરો ખેંચવામાં આવી હતી. આમાં આઘાતથી જડબુ ખુલી ગયું હોય તેવી માછલી, બોડી બિલ્ડરની માફક સ્નાયુઓ ફુલાવતો દેખાતો કાચબો અને દરિયાના તળિયે ડૂબેલું અમેરિકાનું એક રેસ્ક્યુ જહાજ અને તેના તરફ તરીને જઇ રહેલા એક મરજીવાની તસવીર એ ધ્યાન ખેંચનારી તસવીરો બની રહી હતી.

Most Popular

To Top