સુરત: પશ્ચિમ આફ્રિકાના ગાંબિયામાં ભારતીય દવા બનાવતી કંપનીનું (Pharmaceutical Company) કફ સીરપ સેવન કરવાથી 66 બાળકોના મોત (Death) થયાની ઘટના પછી ભારત સરકારના કેમિકલ એન્ડ ફર્ટિલાઈઝર મિનિસ્ટ્રી આકરા પગલાંઓ લઈ નવા વર્ષથી દવાઓ બનાવવા માટે વપરાતા કાચા માલ કે બલ્ક ડ્રગ માટે પણ ક્યૂઆર કોડ લગાવવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એ ઉપરાંત દેશમાં સૌથી વધુ વેચાતી 300 જેટલી દવાઓ પર પણ 1 મે 2023 થી ક્યુઆર કોડ લગાવવુ ફરજીયાત કરવામાં આવ્યું છે.
ફાર્મા સેક્ટરના નિષ્ણાંતના જણાવ્યાં મુજબ 1 જાન્યુઆરી 2023થી એક્ટિવ ફાર્માસ્યૂટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે દવાઓ બનાવવા માટે વપરાતા રોમટીરીયલ,કાચા માલ કે બલ્ક ડ્રગ માટે પણ ક્યૂઆર કોડ લગાવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. લોગો લેબલ અને આકર્ષક પેકિંગ સાથે માર્કેટમાં મુકાતી દવાઓની સંખ્યા વધુ હોવાથી દવાઓનો વેપાર પણ ખૂબ ફુલ્યો ફાલ્યો છે.સરકાર એના પર અંકુશ મૂકી ઉત્પાદક કંપનીઓની જવાબદારી ફિક્સ કરવા માંગે છે. બ્રાન્ડેડ જાણીતી ફાર્મા કંપનીઓના નામને મળતું નામ મૂકી આ પ્રકારની દવાઓ ઓછી કિંમતે બજારમાં મુકવામાં આવે છે.
સરકારનો ઈરાદો ડુપ્લિકેટ દવાઓને સપ્લાય ચેઈનમાંથી બહાર ફેંકી દેવાનો જણાય છે એટલે પણ ક્યૂઆર કોડની સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે.ભારતમાં દવાઓ અને મેડિકલ ડિવાઈઝમાં છેલ્લા થોડા મહિનાઓથી ડુપ્લિકેશનનું ચલણ બહુ જ વધી રહ્યું છે. ફાર્મા સેક્ટરના જાણકારો કહે છે કે, ક્યૂઆરકોડ અમલી બનતા દવા ક્યાં કોને કઈ કંપનીએ બનાવી છે.એનું રોમટીરીયલ ક્યાંથી આવ્યું એ પણ જાણી શકાશે. એનાથી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડવા સરળતા રેહશે. આફ્રિકાની ઘટના પછી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય દવાઓની શાખને જાળવી રાખવા માટે પણ ક્યૂઆર કોડની સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે.
ફુડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ યુરોપના દેશોમાં દવાઓ પર સ્ટાન્ડર્ડ બારકોડ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. WHO નું તારણ છે કે, એશિયન દેશોમાંથી ગરીબ દેશોમાં જતી 10 ટકાથઈ વધુ દવાઓ અને રસીઓ સબ સ્ટાન્ડર્ડ હોય છે.કોવિડ સમયે પણ આ પ્રકારની દવાઓ આફ્રિકન ગરીબ દેશોમાં મોકલાઈ હતી. ક્યુઆર કોડની સિસ્ટમથી દવાઓને ટ્રેસ કરી શકાશે.ચોરી પણ અટકાવી શકાશે. દવાઓનું ડુપ્લિકેશન જલ્દી પકડાઈ જશે.