નવી દિલ્હી : ફાઇઝર (PFIZER) કંપની પોતાની ફાઇઝર-બાયોન્ટેકની રસીને ભારત (INDIA)માં ઝડપથી મંજૂરી મળે તે માટે ભારત સરકાર (INDIAN GOVT) સાથે ચર્ચા કરી રહી છે જેથી ભારતમાં આ રસી (VACCINE) ઝડપથી ઉપલબ્ધ બની શકે. કંપનીએ નિવેદન કર્યું હતું કે તે ભારતમાં કોવિડ-19 (COVID-19)ના દર્દીઓની સારવાર માટે 70 મિલિયન ડોલરની કિંમતની દવાઓ દાનમાં આપી રહી છે.
અમે ભારતમાં કોવિડ-૧૯ની કટોકટ સ્થિતિથી ઘણા ચિંતીત છીએ, અને અમારી સહાનુભૂતિ તમારા માટે, તમારા સ્વજનો માટે અને ભારતના તમામ લોકો માટે છે એમ આ કંપનીના વડા આલ્બર્ટ બુર્લાએ ફાઇઝર ઇન્ડિયાના કર્મચારીઓને મોકલેલા એક મેઇલમાં કહ્યું હતું જે મેઇલ તેમણે લિંક્ડ.ઇન પર પોસ્ટ કર્યો હતો. ફાઇઝર એ આ રોગ સામેની ભારતની લડતમાં ભાગીદાર બનવા માટે પ્રતિબદ્ધ છે અને કંપનીના ઇતિહાસમાં સૌથી મોટી માનવીય સહાય મોકલવા માટે ઝડપથી કાર્ય કરી રહી છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ફાઇઝર આ દવાઓ એ સુનિશ્ચિત કરવા માટે દાનમાં આપી રહી છે કે જેથી ભારતની દરેક જાહેર હોસ્પિટલના દરેક કોવિડ-૧૯ના દર્દીને તેમને જરૂરી એવી દવાઓ મફતમાં મળી રહે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ દવાઓ, કે જે 700 લાખ ડોલર કરતા વધુ મૂલ્યની છે તે તત્કાળ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને અમે ભારત સરકાર સાથે તથા અમારા એનજીઓ ભાગીદારો સાથે તેમને જ્યારે સૌથી વધુ જરૂર હોય ત્યારે ગાઢ સહકારથી કામ કરીશું એમ તેમણે કહ્યું હતું.