અંક્લેશ્વર(Ankleshwar): અંકલેશ્વર મહાવીર ટર્નિંગ (Mahavira Turning) પાસે આવેલા રામેશ્વર પેટ્રોલપંપના (Rameshwar Petrolpump) કર્મચારીને એક ભેજાબાજે રૂ.૧.૩૦ લાખનો ચૂનો ચોપડ્યો હતો, પોતે પંપના માલિકને (Owner) ઓળખે છે અને રૂપિયા ૧૦૦ની નોટો સામે રૂપિયા ૫૦૦ તેમજ ૨૦૦૦ની ચલણીની માંગ કરીને રૂપિયા લઇ શાતીર ઈસમ ફરાર થઇ ગયો હતો.
પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિત અનુસાર અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે આવેલ રામેશ્વર પેટ્રોલપંપ ઉપર તારીખ ૩૧મી જાન્યુઆરીના રોજ રાતે ૧૦:૩૦ કલાકે એક ભેજાબાજ ઈસમ આવ્યો હતો, તેને પોતે પેટ્રોલપંપ ના માલિકને ઓળખે છે અને તેમની સાથે રૂપિયા ૧૦૦ના દરની ચલણી નોટના બંડલ સામે રૂપિયા ૫૦૦ અને ૨૦૦૦ના દરની ચલણી નોટો જોઈએ છે એવી વાત કરી હતી, આ અજાણ્યા શખ્સે પંપના કર્મચારીને શેઠ સાથે ફોન પર વાત કરવા માટે જણાવીને તેમને વિશ્વાસ સંપાદન કર્યો હતો અને પેટ્રોલપંપના કર્મચારી વિનોદ વસાવાએ અજાણ્યા શખ્સની વાતમાં ફસાઈ જઈને રૂપિયા ૧.૩૦ લાખ આપ્યા હતા.
રૂપિયા મળ્યા બાદ આ શખ્સ નજીકમાં આવેલી હોસ્પિટલમાંથી રૂપિયા ૧૦૦ની નોટનું બંડલ લેવા માટે પેટ્રોલપંપના કર્મચારી વિનોદ અને મંગળદાસ સાથે ગયા હતા, જ્યાં વિનોદ વસાવા હોસ્પિટલના ડોક્ટર પાસે રૂપિયા લેવા જતા ભેજાબાજ શખ્સ પીઝાની હોટલ પાસેથી મંગળદાસને ચાવી લેવા જવાનું કહીને રફુચક્કર થઇ ગયો હતો. વિનોદ વસાવાને ડોક્ટર દ્વારા તેમને કોઈ પણ વ્યક્તિ સાથે રૂપિયા આપવા અંગેની વાત થઇ ન હોવાનું કહેતા વિનોદ વસાવા અજાણ્યા શખ્સ પાસે આવ્યો હતો, પરંતુ તે ભેજાબાજ રૂપિયા ૧.૩૦ લાખ લઈને ફરાર થઇ ગયો હતો.
પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ઠગને પકડવાની તજવીજ શરૂ કરી
વિનોદ વસાવાને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા આ અંગે પેટ્રોલપંપના માલિકને જાણ કરી હતી, અને શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેઓની ફરિયાદને આધારે અને પેટ્રોલપંપના સીસીટીવી ફુટેજ મેળવીને વધુ તપાસ શરૂ કરી હતી