National

કેજરીવાલના ED રિમાન્ડ એક એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ED રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે. ઈડીએ અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તેના 6 દિવસના રિમાન્ડ આજે પૂરા થઈ રહ્યા હતા. તેથી આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે તેમના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા હતા. હવે તેમને 1 એપ્રિલે સવારે 11.30 કલાકે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

એક્સાઈઝ પોલિસી (Excise Policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં (Money Laundering Case) ધરપકડ બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ ઉઠી હતી. તેમજ આ મામલે હાઈકોર્ટે (High Court) આજે એટલેકે 28 માર્ચે સુનાવણી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પ્રિતમ સિંહ અરોરાની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરી હતી.

હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના પદ પરથી હટાવવાની માંગ કરતી PILની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. અરજીને ફગાવી દેતા હાઈકોર્ટે કહ્યું કે એવી કોઈ બંધારણીય જવાબદારી નથી કે અરવિંદ કેજરીવાલ તેમના પદ પર ન રહી શકે. હાઈકોર્ટે કહ્યું કે આ એક્ઝિક્યુટિવ સાથે જોડાયેલો મામલો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર આ મામલાને જોશે અને પછી તે રાષ્ટ્રપતિને મોકલશે. આ મામલે કોર્ટની કોઈ ભૂમિકા નથી.

આ અરજીમાં શું કહેવામાં આવ્યું છે?
કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી દિલ્હીના રહેવાસી સુરજીત સિંહ યાદવ દ્વારા આપવામાં આવી છે. જેણે પોતાની ઓળખ ખેડૂત અને સામાજિક કાર્યકર તરીકે દર્શાવી છે. સુરજીત સિંહ યાદવે કહ્યું કે નાણાકીય ગોટાળાના આરોપી મુખ્યમંત્રીને જાહેર પદ પર રહેવા દેવા જોઈએ નહીં.

અરજદાર સુરજિતે પોતાની અરજીમાં કહ્યું હતું કે કેજરીવાલના મુખ્યમંત્રી પદ પર રહેવાથી માત્ર કાયદાની યોગ્ય પ્રક્રિયામાં જ સમસ્યા સર્જાશે નહીં, પરંતુ ન્યાય પ્રક્રિયામાં પણ વિક્ષેપ પડશે અને રાજ્યમાં બંધારણીય વ્યવસ્થા પણ પડી ભાંગશે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીએ તેમની ધરપકડના કારણે એક અર્થમાં મુખ્ય મંત્રી તરીકેનું તેમનું પદ ગુમાવ્યું છે અને તેઓ કસ્ટડીમાં હોવાથી, તેમણે જાહેર સેવક તરીકેની ફરજો અને જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોવાનું સાબિત કર્યું છે. હવે તેમણે આ પદે સેવા આપવાનું ચાલું રાખવું જોઈએ નહીં.

કેજરીવાલની આજે કોર્ટમાં હાજરી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. અરવિંદ કેજરીવાલના 6 દિવસના રિમાન્ડ પણ આજે પૂરા થયા છે. ED આજે કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. ED રિમાન્ડ વધારવાની માંગ કરી શકે છે. દરમિયાન પત્ની સુનીતા કેજરીવાલનો દાવો છે કે કેજરીવાલ આજે કોર્ટમાં અસલી ગુનેગારને જાહેર કરી શકે છે.

Most Popular

To Top