નવી દિલ્હી: જો તમે ઓછા પૈસા લગાવી નવો કોરાબર (Starting a business) શરૂ કરવા ઈચ્છો છો તો આજે અમે તમને એક ખાસ બિઝનેસ આઇડિયા (How to start Business) વિશે જણાવા જઈ રહ્યા છીએ.
આ બિઝનેસ તમે માત્ર 30 હજારથી પણ ઓછી રકમ (earning opportunity) માં શરૂ કરી શકો છો અને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસની ખાસ વાત એ છે કે આ વ્યવસાય શરૂ કરવા સરકાર તમને 50 % સુધી સબસિડી પણ આપશે. જેમ આપણે જાણીએ છીએ તેમ મોતીની ખેતી (Pearl farming)પર લોકોનો ફોકસ ઝડપથી વધી રહ્યું છે. તે ખેતી પર વધુ મહેનત કરીને ઘણા લોકો લખપતિ (Profitable business) બની શકે છે.
મોતીની ખેતી માટે કઈ વસ્તુઓની જરૂર છે?
મોતીની ખેતી માટે એકતળાવ, છીપલા (જેમાં મોતી તૈયાર થાય) અને ટ્રેનિંગ, ત્રણ વસ્તુઓની જરૂર છે. તળાવ ચાહો તો તમે પોતે જ ખર્ચો કરી ખોદી શકો છો. છીપલા ભારતમાં ઘણા રાજ્યોમાં મળી આવે છે. જોકે દક્ષિણ ભારત અને બિહાર દરભંગાના છીપલાની ક્વાલિટી સારી હોય છે. તેની ટ્રેનિંગ દેશ માટે ઘણી સંસ્થાઓમાં થાય છે. મધ્યપ્રદેશના હોશંગાબાદ અને મુંબઈથી મોતીની ખેતીની ટ્રેનિંગ કરી શકાય છે.
જાણો કેવી રીતે થશે મોતીની ખેતી?
સૌથી પહેલા છીપલાઓ એક જાળમાં બાંધી 10 થી 15 દિવસો માટે તળાવમાં જાય છે, કારણ કે પોતાના પ્રમાણે પોતાનું એનવાયરમેન્ટ ક્રિએટ કરી શકે, તે પછીથી તેમને બહાર કાઢી તેમની સર્જરી કરવામાં આવે છે. સર્જરી એટલે છીપલાંમાં એક પાર્ટિકલ કે એક ઢાંચો નાખવામાં આવે છે. બાદમાં છીપલું લેયર બનાવે છે, આગળ પ્રક્રિયા વધતા તે મોતીમાં પરિવર્તિત થાય છે.
25 હજાર રૂપિયા ખર્ચી કરી શકાય શરૂઆત
એક છીપલું તૈયાર થવામાં 25 થી 35 રૂપિયા ખર્ચ થાય છે. તૈયાર થયા પછી એક છીપલાંમાંથી બે મોતી નિકળે છે. જો ક્વોલિટી સારી હોય તો પ્રતિ મોતી 200 રૂપિયાથી વધુ કિંમત મળી શકે છે. જો તમે એકવાર એક તળાવમાં 25 હજારછીપલા નાખો તો આના પર 8 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. માનો કે તૈયાર કરતી વખતે કેટલાક છીપલા બરબાદ પણ થઇ જાય તો 50% થી વધુ છીપલા સુરક્ષિત નિકળે છે. તેનાથી સરળતાથી તમારી વાર્ષિક આવક 30 લાખ રૂપિયા થઇ શકે છે.