નવી દિલ્હી: આઇપીએલમાં (IPL) આજે શનિવારે ડબલ હેડરની બીજી મેચમાં પ્રભસિમરન સિંહની એકલવીરની લડત જેવી આક્રમક સદીની મદદથી પંજાબ કિંગ્સે (PBKS) 7 વિકેટે 167 રન બનાવીને મૂકેલા 168 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સ (DC) 8 વિકેટે 136 રન સુધી સિમિત રાખતાં પંજાબ કિંગ્સ 31 રને જીત્યું હતું.
લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી દિલ્હીને ડેવિડ વોર્નર અને ફિલ સોલ્ટે આક્રમક શરૂઆત અપાવીને પાવરપ્લેમાં 60થી વધુ રન બોર્ડ પર મૂકી દીધા હતા. જો કે સોલ્ટ આઉટ થયો તે પછી દિલ્હીએ 19 રનના ઉમેરમાં વધુ 5 વિકેટ ગુમાવતા તેમનો સ્કોર 88 રનમાં 6 વિકેટ થયો હતો અને અંતે તેઓ 8 વિકેટે 136 રન સુધી જ પહોંચ્યું હતું. ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલા પંજાબ કિંગ્સે શરૂઆતમાં 45 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે પ્રભસિમરને તે પછી સેમ કરન સાથે 72 રનની ભાગીદારી કરી હતી. પ્રભસિમરન 19મી ઓવરના બીજા બોલે 65 બોલમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 103 રન કરીને આઉટ થયો હતો.